તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ મહાપાલિકામાં વિરોધ પક્ષ નેતા પદ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માગનાર ભાજપને ફાળે ફરીથી નિરાશા આવી હતી. ભાજપે આ બાબતે મુંબઈ હાઈ કોર્ટે આપેલા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ પડકાર અરજી મંગળવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. તેથી મહાપાલિકામાં આગળ પણ વિરોધ પક્ષ નેતા પદ કોંગ્રેસ પાસે જ રહેશે એ સ્પષ્ટ થયું છે.
મુંબઈના મેયર કિશોરી પેડણેકરે મનમાની નિર્ણય લઈને પોતાનો વિરોધ પક્ષ નેતા પદનો દાવો ફગાવી દીધો એવો આરોપ કરતા ભાજપ નગરસેવક અને જૂથનેતા પ્રભાકર શિંદેએ આ નિર્ણયને રિટ અરજી દ્વારા પડકાર્યો હતો. એમાં હાઈ કોર્ટના આદેશ અનુસાર વિરોધી પક્ષ નેતા કોંગ્રેસના રવિ રાજાને પછીથી અરજદારે પ્રતિવાદી કર્યા હતા. આખરે સુનાવણીના અંતે હાઈ કોર્ટે શિંદેની અરજી ફગાવી દીધી હતી. એના વિરુદ્ધ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. એના પરની સુનાવણીના અંતે જજ શરદ બોબડેના નેતૃત્ત્વ હેઠળની ખંડપીઠે શિંદેની અપીલ ફગાવી દીધી હતી.
શું છે પ્રકરણ? - શિવસેના અને ભાજપની યુતિ તૂટી ગયા પછી મુંબઈ મહાપાલિકામાં ભાજપે સત્તાધારી શિવસેનાનો સાથ છોડ્યો હતો. એ પછી સંખ્યાબળના આધારે ભાજપ તરફથી વિરોધી પક્ષ નેતા પદનો દાવો કરવામાં આવ્યો હતો. આ પદ માટે અને મહાપાલિકામાં જૂથનેતાના પદ માટે ભાજપ તરફથી નગરસેવક પ્રભાકર શિંદેની ભલામણ કરવામાં આવી હતી. જો કે કોંગ્રેસ પાસે પહેલેથી જ વિરોધ પક્ષ નેતા પદ હોવાનું નોંધતા અને મહાપાલિકાના નિયમોના આધારે મેયર કિશોરી પેડણેકરે ભાજપનો વિરોધ પક્ષ નેતા પદ પરનો દાવો ફગાવી દીધો હતો.
મેયરના આ નિર્ણયને ભાજપ તરફથી શિંદેએ મુંબઈ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. આ અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી અને મેયરના નિર્ણયને યથાવત રાખ્યો હતો. દરમિયાન હાઈ કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાદ માગી હતી. જો કે ત્યાં પણ તેમને નિરાશ થવું પડ્યું છે. મુંબઈ મહાપાલિકાની આવતા વર્ષે ચૂંટણી થવાની છે. એ પહેલાં ભાજપ માટે આ મોટો ફટકો માનવામાં આવે છે.
ભાજપની દલીલ
2017માં મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ 83 નગરસેવકો સાથે બીજા ક્રમનો પક્ષ બન્યો હતો. શિવસેનાના 84, કોંગ્રેસના 31 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના 9 નગરસેવક હતા. એ સમયે વિરોધ પક્ષ નેતા પદ સ્વીકારવાના બદલે તટસ્થ રહેવાની ભૂમિકા ભાજપે લીધી હતી. તેથી આ પદ ત્રીજા ક્રમના કોંગ્રેસને ફાળે ગયું. 28 ફેબ્રુઆરી 2020ના મુંબઈ ભાજપ તરફથી મંગલપ્રભાત લોઢાએ મેયરને વિનંતીપત્ર આપીને પ્રભાકર શિંદેની વિરોધ પક્ષ નેતા તરીકે નિમણુક કરવાની વિનંતી કરી હતી. મેયર મુંબઈ મહાપાલિકા કાયદા અન્વયે વિચાર કરીને વિનંતી માન્ય કરવી જોઈતી હતી. પણ તેમણે કાયદાનો વિચાર ન કરતા 5 માર્ચ 2020ના મનમાની નિર્ણય લઈને ભાજપની વિનંતી ફગાવી દીધી હતી એવી દલીલ ભાજપે કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.