મરાઠા અનામત અને અન્ય પ્રલંબિત માંગણીઓ માટે છત્રપતિ સંભાજી રાજેએ 26મી ફેબ્રુઆરીથી ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરી છે અને અમે તેમના નિર્ણયને આવકારીએ છીએ. મરાઠા સમાજ માટે છત્રપતિ શિવાજી મહારાજ અને શાહુ મહારાજની પરંપરાના મહાનુભાવો દ્વારા હાથ ધરાયેલા આંદોલનને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ, એમ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મંગળવારે પુણેમાં જણાવ્યું હતું.તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારે જે ઓબીસીની જેમ જ મરાઠા સમાજને પણ આ સૂત્ર (ફોર્મ્યુલા)નો ઉપયોગ કરીને મરાઠા સમુદાયને શિક્ષણ અને રોજગારની ઘણી છૂટ આપી અને તેમ જ અનામત પણ આપ્યું. જો કે, મહાવિકાસ આઘાડી સરકારને કારણે અનામત ગુમાવી દીધી છે અને ભાજપ સરકાર દ્વારા મરાઠા સમુદાય માટે શરૂ કરાયેલી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો નથી.
ફડણવીસ સરકારે મરાઠા સમુદાય માટે સારથી સંસ્થા શરૂ કરી, મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓની અડધી ફી ચૂકવી અને તેના માટે રૂ. 785 કરોડ ખર્ચ્યા, ની વ્યાજમુક્ત અણ્ણાસાહેબ પાટીલ મહામંડળના માધ્યમથી યુવક યુવતીઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા વગર વ્યાજની રૂ. દસ લાખની લોન યોજના શરૂ કરી. મરાઠા સમાજના છોકરા છોકરીઓ માટે વસ્તી ગૃહો શરૂ કર્યા.
આજે તે બધું બંધ છે. તેથી હવે શ્રીમંત છત્રપતિ ઉદયન રાજે ભોસલે, છત્રપતિ સંભાજી રાજે અથવા રાજે સમરજીત સિંહ ઘાટગે આમ છત્રપતિ શિવાજી મહારાજ અને શાહુ મહારાજની પરંપરામાંના મહાનુભાવોએ મરાઠા સમાજ માટે રસ્તા પર ઊતરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.