વિવાદ:સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમમાં ‌BJP- રાષ્ટ્રવાદીના કાર્યકરોમાં ઘમસાણ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈરાની પુણેના બાલ ગંધર્વ રંગમંદિરમાં એક પુસ્તક પ્રકાશન માટે આવ્યાં હતાં
  • રાષ્ટ્રવાદીની મહિલા ​​​​​​​કાર્યકરો દ્વારા હોટેલમાં ઘૂસવાનો નિષ્ફળ પ્રયાસ

મોંઘવારીના મુદ્દા પરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પુણેના પુસ્તક પ્રકાશન કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના મહિલા કાર્યકરોએ ધાંધલ મચાવી હતી. આ ઘટના બાલગંધર્વ રંગમંદિર ખાતે સોમવારે બની હતી. આ સંબંધે રાષ્ટ્રવાદીની મહિલા કાર્યકરોને પોલીસે કબજામાં લીધી​​​​​​​

​​સ્મૃતિ ઈરાની જ્યાં રોકાયાં હતાં તે પુણેની હોટેલની બહાર આંદોલન કરીને સોમવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસે મોંઘવારીનો મુદ્દો ઉપાડ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ યુપીએ સરકારના કાર્યકાળમાં મોંઘવારી પરથી અનેક આંદોલન કરીને સત્તાધારીઓને ભીંસમાં લીધા હતા. આથી તેઓ આ માગણીઓ સમજી શકે છે. તેમણે મોંઘવારી ઓછી કરવી એવી માગણી આ કાર્યકરોએ કરી હતી. ઈરાની પુણેના બાલ ગંધર્વ રંગમંદિરમાં એક પુસ્તક પ્રકાશન માટે આવ્યાં હતાં. તે સમયે રાષ્ટ્રવાદીની કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

ઈરાની જે હોટેલમાં રોકાયાં હતાં ત્યાં આ કાર્યકરોએ ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેમને બહાર કાઢ્યાં હતાં. બીજી બાજુ કોંગ્રેસની મહિલા પદાધિકારીઓએ પણ આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પછી તુરંત ચતુર્શૃંગી પોલીસે સર્વ મહિલા આંદોલનકારીઓને કબજામાં લીધી હતી. કેન્દ્ર સરકારનો વિરોધ તરીકે ઈરાનીને બંગડીઓ અને ચૂલો ભેટ આપવાનો નિર્ધાર આંદોલનકારીઓએ કર્યો હતો.

જોકે પોલીસે તેમને ઈરાનીની નજીક જવા દીધી નહોતી.આ પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના મહિલા કાર્યકરોએ ઈરાની વિરુદ્ધ જોરદાર ઘોષણા બાજી પણ કરી હતી. દરમિયાન ભાજપની મહિલા કાર્યકરો પણ ત્યાં પહોંચી હતી, જે પછી બંને પક્ષની કાર્યકરો વચ્ચે ઘમસાણ મચ્યું હતું. પોલીસે તેમને શાંત પાડીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...