આદેશ:BJP સાંસદ વિરુદ્ધ કરોડોની છેતરપિંડી બદલ ગુનો દાખલ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે 3 મહિનામાં તપાસ કરી રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો

મહારાષ્ટ્રના માઢાના ભાજપના સાંસદ રણજિતસિંહ નાઈક નિમ્બાળકર વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. સાતારાના ફલટન પોલીસ સ્ટેશનમાં તેમ ની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સાંસદ નિમ્બાળકર અને તેમની પત્ની જીજામાલા, વિનય ઠાકુર અને લતીફ તંબોલી પર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.દિગંબર આગવણેએ રણજિતસિંહ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે સાંસદે તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

ફરિયાદ સાથે આંકડાઓ અને પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે કોર્ટે આપેલા આદેશના આધારે આઇપીસીની કલમ 405, 406, 418, 420, 467, 468 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટે પોલીસને કેસ કર્યાના ત્રણ મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મહત્ત્વનું છે કે, દિગંબર આગવણે એક સમયે સાંસદ રણજિતસિંહના નજીકના કાર્યકર્તા હતા.

કોણ છે રણજિતસિંહ? : રણજિતસિંહ માઢાના ભાજપના સાંસદ છે. ભૂતપૂર્વ સાંસદ હિન્દુરાવ નાઈક નિમ્બાળકરના તેઓ પુત્ર છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે તેમણે માઢામાંથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ગઠબંધનમાં એનસીપીને આ સીટ ફાળવવામાં આવતાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...