તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણની પુણેમાં આત્મહત્યાને લઈને રાજ્યમાં હાલમાં રાજકારણ ગરમાયું છે અને વિપક્ષો અને રાજ્ય સરકારના નેતાઓ વચ્ચે સામસામા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સંજય રાઠોડ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે નવું રાજકીય સંકટ ઊભું કરનાર બીડ જિલ્લાના પરલી વૈજનાથમાં પૂજા ચવ્હાણની આત્મહત્યાના કેસમાં ભાજપે સીધા શિવસેનાના નેતા અને વન મંત્રી સંજય રાઠોડનું નામ લીધું છે. આ પ્રકરણમાં સોમવારે નવો વળાંક આવ્યો છે. ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે આરોપ લગાવ્યો છે કે તેમને આ મામલે અવાજ ઉઠાવવા માટે ધમકી આપવામાં આવી રહી છે.
અતુલ ભાતખલકરે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ કેસમાં દોષીઓ સામે કેસ દાખલ કરવાની માગણી કરી છે, જે પછી તેમને ધમકીઓ મળી રહી છે. અતુલ ભાતખલકરે “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, ચવ્હાણની શંકાસ્પદ આત્મહત્યા અંગે મેં અવાજ ઉઠાવ્યા પછી મારો અવાજ દબાવવાના પ્રયાસરૂપે મારી પર સતત છેલ્લા 2 દિવસથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. આ અંગે મેં સમતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. પરંતુ સોમવારે પણ ધકમીભર્યા ફોન આવતાં મેં એક ટ્વીટના માધ્યમથી સરકારનું ધ્યાન દોર્યું છે.
ભાતખલકરે તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, ઠાકરેની સરકાર સત્તામાં આવ્યા પછી ગોટાળાઓની તીવ્રતા વધી છે. રવિવારથી પૂજા મામલે ધમકીભર્યા ફોન કોલ્સ મળી રહ્યા છે. સરકારના પ્રાયોજિત ગુંડાઓએ સમજવું જોઇએ કે મને ડરાવવાનો પ્રયાસ નિરર્થક છે. હું આ મામલે અવાજ ઉઠાવતો રહીશ એમ અતુલ ભાતખલકરે કહ્યું હતું.
બીજી તરફ વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે પોલીસ ડાયરેક્ટર જનરલને એક પત્ર મોકલીને કોઈનું નામ લીધા વિના તપાસની માગણી કરી છે. પૂજા ચવ્હાણ આત્મહત્યા કેસમાં સોશિયલ મિડિયા પર ઓડિયો ટેપ પણ ફરતી થઈ છે. તેથી બંજારા સમુદાયમાં ભારે અશાંતિ છે અને આ અંગે સંપૂર્ણ તપાસ થવી જોઇએ, એમ દેવેન્દ્ર ફડણવીસે પત્રમાં માગણી કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.