આક્ષેપ:ભાજપના વિધાનસભ્ય પર ધાર્મિક સ્થળોની જમીન હડપવાનો આક્ષેપ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભ્યએ કહ્યું કે આરોપ સદંતર ખોટા છે, કોર્ટમાં જોઈ લઈશું

ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસ અને માજી વિધાનસભ્ય દોંદે મંદિર અને મસ્જિદની રૂ. 1000 કરોડની જમીન હડપ કરી રહ્યા છે. રામ ખાડે નામે વ્યક્તિએ તેમની વિરુદ્ધ ઈડીમાં ફરિયાદ નોંધાવી છે. ઈડીએ તપાસ કરીને તુરંત તેમની ધરપકડ કરવી જોઈએ, એવો આરોપ રાષ્ટ્રવાદીના નેતા નવાબ મલિકે મંગળવારે કર્યો હતો.રામ ખાડેએ આવાં સાત દેવસ્થાન વિશે ફરિયાદ કરી છે. ગૃહ ખાતું, મહેસૂલ ખાતું અને ઈડીમાં પણ દસ પ્રકરણની ફરિયાદ કરી છે. આ સર્વ જગ્યા પચાવી પાડવા માટે એક કોઓપરેટિવ સોસાયટી બનાવીને તે ખાતામાં પૈસા વાળ્યા છે. તેમાંથી ખરીદી દસ્તાવેજ કરવામાં આવ્યા છે.

ભાજપના નેતાઓ શું જવાબ આપ્યો
સુરેશ ધસે જણાવ્યું કે મારી સંપત્તિ ચાર કરોડની છે. મલિકે મારી સંપત્તિ લેવી અને તેમાંથી મને પાંચ- પચાસ આપવા, જેથી મારી લોન ભરપાઈ થઈ જશે. મારે હવે આબરૂ નુકસાનીનો દાવો તેમની સામે કરવો પડશે.મલિક પાસે શું પુરાવા છે, ક્યાં છે, રેકોર્ડ છે કે, ગઈકાલ સુધી મારું નામ પણ લેતા નહોતા, આજે નામ લીધું તેથી આબરૂ નુકસાનીના દાવા થકી ઉત્તર આપીશ. અધૂરી માહિતીને આધારે આવા આરોપ મંત્રીએ કરવા તે બદનસીબી છે.

સામાન્ય માણસ બોલે, આરટીઆઈ કરનારા બોલે તો ઠીક પણ મલિક બેજવાબદાર વક્તવ્ય કરી રહ્યા છે તેનું આશ્ચર્ય છે. તેમની ખ્યાતિ તે બાબતની જ છે. તેઓ ગમે તેની પર આરોપ કરે છે. કોઈકનો ફોટો જોઈને તુરંત સંબંધ જોડી દે છે. દસ્તાવેજો છે તમારી પાસે, એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...