તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • BJP Does Not Support Rane's Statement Against Thackeray: Fadnavis, Although BJP Fully Supports Rane

રાજકારણ:રાણેના ઠાકરે વિરુદ્ધ વક્તવ્યને ભાજપનો ટેકો નહીઃ ફડણવીસ, જોકે ભાજપનો રાણેને સંપૂર્ણ ટેકો છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

કેન્દ્રીય સક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કરેલા તે વક્તવ્યને ભાજપ ટેકો આપતો નથી, પરંતુ વ્યક્તિગત ધોરણે રાણેને ભાજપનો સંપૂર્ણ ટેકો છે, એમ વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે ભૂમિકા રજૂ કરી હતી.રાણેએ ચિપલૂણમાં ઠાકરે વિરુદ્ધ કરેલા વક્તવ્ય પછી રાજ્યમાં શિવસેના અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા છે. આ ધ્યાનમાં લેતાં ફડણવીસે મંગળવારે ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે મુખ્ય મંત્રીપદ પરની વ્યક્તિ બાબતે બોલતી વખતે સંયમ રાખવો જરૂરી છે.

રાણેના કોઈ પણ ભૂલભર્યાં વિધાનનું સમર્થન નહીં કરીએ. રાણેના વિધાનનું અમે સમર્થન કરતા નથી, પરંતુ ભાજપનો રાણેને સંપૂર્ણ ટેકો છે.રાણેએ જે વક્તવ્ય કર્યું તે કાયદાની ભાષામાં દખલપાત્ર ગુનો નથી. આમ છતાં પોલીસ કમિશનરે ગુનો દાખલ કર્યો છે. જો તેમનો અવાજ બંધ કરો, તેમને હાજર કરો એવો આદેશ કમિશનર કઈ રીતે આપી શકે. કમિશનર શું પોતાને છત્રપતિ સમજે છે, કયા કાયદાએ કમિશનરને અધિકાર આપ્યા છે.

જન આશીર્વાદ યાત્રા બંધ નહીં થાય
રાણેની અવૈધ રીતે ધરપકડ કરવામાં આવી તો પણ જન આશીર્વાદ યાત્રા અટકશે નહીં. પ્રવીણ દરેકર, આશિષ શેલાર, રવીંદ્ર ચવ્હાણના નેતૃત્વમાં આ યાત્રા ચાલુ જ રહેશે. પોલીસના ભરોસા પર ભાજપને રોકવાનો પ્રયાસ છેલ્લાં 50 વર્ષથી થઈ રહ્યો છે. જોકે અમે અટકવાના નથી. રસ્તા પર લડીશું, એવો દાવો પણ તેમણે કર્યો હતો.

ઠાકરે પર પણ નિશાન સાધ્યું
સ્વાતંત્ર્યનો અમૃત મહોત્સવ મુખ્ય મંત્રી ભૂલી જાય તો કોઈ પણ ક્રોધિત થાય તે સ્વાભાવિક છે. જોકે તે અલગ રીતે વ્યક્ત કરવામાં આવી શકે છે એવી ટિપ્પણી કરીને ઠાકરે પર પણ તેમણે અપ્રત્યક્ષ રીતે નિશાન સાધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...