તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:બંધબારણે બેઠકથી ભાજપને પણ લાભ થયો: રાઉતનો જવાબ

મુંબઈ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાળાસાહેબે હિંદુત્વ માટે ઘણા વરિષ્ઠ નેતાઓને આશીર્વાદ આપ્યા હતા

વિધાનસભાની ચૂંટણી પૂર્વે બંધબારણે આપેલાં વચનો વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે એક કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર કરેલા પ્રહારો પર સોમવારે પ્રતિક્રિયા આપતાં શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે તે જ બંધ રૂમની બેઠકને લીધે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફાયદો થયો હતો.અમિત શાહ જે બંધ રૂમ વિશે વાત કરી રહ્યા છે તેમાં હિંદુત્વ માટે બાળાસાહેબે ભાજપ અને ઘણા બધા વરિષ્ઠ નેતાઓને આશીર્વાદ આપ્યા હતા.

વડા પ્રધાન મોદી અને અમિત શાહને તેને કારણે ફાયદો થયો છે. આ બધા જ જાણે છે. અમારે કશું પર ખોટું બોલવાનું શું કામ છે? સત્તા માટે? શિવસેનાનો જન્મ સત્તા માટે થયો નથી. શિવસેના માટે તે મંદિર છે. બંધ રૂમ નથી.અમિત શાહે રવિવારે સિંધુદુર્ગમાં નારાયણ રાણેની મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યા બાદ ભાષણમાં જણાવ્યું હતું કે અમુક લોકો કહે છે કે અમે બંધ રૂમમાં વચન આપ્યાં હતાં. આ સાચું નથી. જો વચન આપ્યું પણ હોત તો શિવસેનાના બધા ઉમેદવારોએ બેનરો પર મોદીજીની અઢી ગણી મોટી તસવીરો સાથે પ્રચાર કર્યો હતો અને તેમને નામે તમે મત માગ્યા હતા

.રાઉતે આનો જવાબ આપતાં જણાવ્યું કે ગૃહમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસે અગાઉનાં નિવેદનો સાંભળવા જોઈએ, જેમાં તેમણે હોટેલ બ્લુ સીમાં પત્રકાર પરિષદમાં આવી જ ટિપ્પણીઓ કરી હતી તે ગૃહમંત્રીએ ફરીથી સાંભળવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો