તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મુલુંડમાં પત્નીને માથે કૂકર ઝીંકીને હત્યા કરી નાખનાર પતિને જન્મટીપ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શંકાખોર પતિએ ઘટનાના દિવસે હૈદરાબાદમા હતો એવો પોકળ બચાવ કર્યો

લગ્નબાહ્ય સંબંધ હોવાની શંકા પરથી પત્નીની હત્યા કરવા પ્રકરણે સેશન્સ કોર્ટે 40 વર્ષીય એન્જિનિયર પતિને દોષી કરાર આપીને જન્પટીપની સજા સંભળાવી હતી. મુંબઈના મુલુંડ ખાતે આ હત્યાની ઘટના 2017માં બની હતી.

પોતે પત્નીની હત્યા કરી નથી એમ એણે કોર્ટને જણાવ્યું હતું
2017માં મુલુંડ ખાતે રહેતી 33 વર્ષીય શ્રેયાનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડેલો મળી આવ્યો હતો. એની લોહીના ડાઘ પતિ જયેશ મ્હાદળેકરના કપડા પર લાગેલા હતા. એની હત્યા સાથે મારો કોઈ સંબંધ નથી. હત્યા થઈ એ દિવસે હું હૈદરાબાદમાં હતો એવો બચાવ એણે કર્યો હતો. પણ કપડા પર લોહીના ડાઘ કેવી રીતે પડ્યા એ બાબતે જયેશ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. હત્યાની ઘટના પછી એ ફરાર થયો હતો. કેટલાક દિવસ પછી એ ઘરે પાછો ફર્યો હતો. પોતે પત્નીની હત્યા કરી નથી એમ એણે કોર્ટને જણાવ્યું હતું. હત્યાના દિવસે હૈદરાબાદમાં હોવાનું એણે કોર્ટમાં જણાવ્યું હતું. જોકે એ રેલવે ટિકિટ રજૂ કરી શક્યો નહોતો.

જયેશ ઘરથી બહાર નીકળી ગયો એના થોડા સમય પછી શ્રેયા પણ બહાર નીકળી હતી
શ્રેયા એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. એની માનસિક સતામણી થતી હતી. એની સાથે ઝઘડો થતા પતિ જયેશે એના માથે કૂકરથી પ્રહાર કર્યો અને એની હત્યા કરી. કોર્ટમાં જયેશે જ પત્નીની હત્યા કરી હોવાનું સાબિત થયું હતું. આ પ્રકરણે કોર્ટે જયેષને દોષી કરાર આપ્યો હતો. શ્રેયા અને જયેશના લગ્ન 2003માં થયા હતા. બે વર્ષ પછી પુત્રનો જન્મ થયો હતો. શ્રેયાની માતાએ કોર્ટમાં સાક્ષી આપતા જણાવ્યું કે જયેશ શ્રેયાના ચરિત્ર પર વારંવાર શંકા ઉઠાવતો હતો. દારૂ પીને એને હેરાન કરતો હતો અને મારપીટ કરતો હતો. તેથી એ પુત્રને લઈને પિયર આવી ગઈ હતી. એ પછી જયેશ એને ઘરે પાછી લઈ જવા આવ્યો હતો. પણ શ્રેયાએ ના પાડી હતી. જયેશ ઘરથી બહાર નીકળી ગયો એના થોડા સમય પછી શ્રેયા પણ બહાર નીકળી હતી. જયેશ ઘરની બહાર જ એની રાહ જોતો ઊભો હતો. એ પછી બંને સાથે જતા રહ્યા હતા. શ્રેયા ઘરે પાછી ફરી નહોતી. તેથી એની માતાને લાગ્યું કે એ કામ પર જતી રહી હશે. પણ થોડા સમય પછી કુટુંબીઓએ શ્રેયાના કામના ઠેકાણે પૂછપરછ કરતા એ કામ પર આવી જ નથી એમ જણાવવામાં આવ્યું હતું. ઘણાં સમય સુધી શ્રેયાને શોધ્યા પછી શ્રેયાની બહેન અને માતા એના સાસરે ગયા હતા. એ સમયે શ્રેયા નિશ્ચેતન પડી હતી. એના માથા પર જખમ હતા. સાક્ષી અને પુરાવાઓ અનુસાર જયેશે જ એની હત્યા કરી હોવાનું સાબિત થયું હતું. કોર્ટે આ પ્રકરણે એને દોષી કરાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...