કોર્ટનો ચુકાદો:બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યાનો પ્રયાસ કરનારને જન્મટીપ

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આ ગુનો અત્યંત ક્રૂર હોવાનું નિરીક્ષણ કોર્ટે કર્યું

સાત વર્ષની બાળા સાથે દુષ્કર્મ કર્યા પછી તેની હત્યાનો પ્રયાસ કરનારા 25 વર્ષીય આરોપીને વિશેષ પોક્સો કોર્ટનાં જજ અદિતિ યુ કદમે આ ગુનો અત્યંત ક્રૂર ગણાવીને જન્મટીપની સજા આપી હતી. ઉપરાંત આરોપીને રૂ. 10,000નો દંડ કર્યો હતો અને પીડિતાને જિલ્લા કાનૂની સેવા પ્રશાસન થકી વળતર પૂરું પાડવાના નિર્દેશ પણ આપ્યા હતા.

વિશેષ સરકારી વકીલ જયપ્રકાશ પાટીલે કોર્ટને જણાવ્યું કે 9 ડિસેમ્બર, 2017ના રોજ પીડિતા વસઈમાં તેની નાનીના ઘરે રહેવા માટે આવી હતી. આ સમયે આરોપી તેને કિલ્લા ખાતે લઈ ગયો હતો અને દુષ્કર્મ કર્યું હતું. આ પછી પીડિતાને કૂવામાં ધકેલી હતી અને મોટો પથ્થર પણ માર્યો હતો. આરોપી સામે પોક્સો ધારાની વિવિધ કલમ સહિત સુસંગત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બંને બાજુઓને સાંભળ્યા પછી જજે એવું નિરીક્ષણ કર્યું કે આ અત્યંત ક્રૂર ગુનો છે. આરોપીએ ક્રૂર વર્તન કર્યું હતું, જેને કારણે પીડિતાને વિવિધ ઈજાઓ થઈ હતી. આથી આરોપી સામે કોઈ દયાભાવ દાખવી શકાય નહીં.આવા આરોપીઓને સજા કરવાની રાજ્યની જવાબદારી છે. ઉપરાંત પીડિતાને નુકસાન અને ઈજા માટે ભરપાઈ તેમ જ પુનર્વસન માટે ભરપાઈ મળે તેની પણ ખાતરી રાખવી જોઈએ. પીડિતા ગરીબ પરિવારની છે. તેને ભોગવવું પડેલું અપમાન અને તેની નામનાને પહોંચેલા ઘસારાની કોઈ ભરપાઈ નહીં થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...