આયોજન:મરાઠા અનામત જનજાગૃતિ લાવવા આગામી 27 જૂને મુંબઈમાં બાઈક રેલી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકરે- ચવ્હાણે દિલ્હી યાત્રા કરીને લોકોને ફસાવ્યા

મરાઠા અનામતના મુદ્દા પરથી શિવસંગ્રામના નેતા વિનાયક મેટેએ રાજ્ય સરકારની ટીકા કરી છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને સાર્વજનિક બાંધકામ મંત્રી અશોક ચવ્હાણે દિલ્હીની યાત્રા કરીને લોકોને ફસાવ્યા છે. આથી મરાઠા અનામત માટે જનજાગૃતિ લાવવા 27 જૂને મુંબઈમાં 10,000 મોટરસાઈકલોની બાઈક રેલી કાઢીને વિરોધ કરવામાં આવશે, એમ મેટેએ જાહેર કર્યું છે.

5 મેના રોજ કોર્ટે મરાઠા સમાજનું અનામત રદ કર્યું. જોકે એક મહિનો વીતી જવા છતાં સરકારે હજુ ફેરવિચાર અરજી કરી નથી. આનાથી વધુ નિષ્ક્રિયતા શું હોઈ શકે. અમે 5 મેથી કહેવામાં આવે છે તે સાંભળી રહ્યા છીએ. ભૂતપૂર્વ જસ્ટિસ ભોસલેની સમિતિએ કહેલું સાંભળતા નથી. આનો અર્થ અર્થ સરકારને મરાઠા અનામત સાથે કોઈ લેવાદેવા નથી. ફક્ત દિલ્હીમાં જઈને ઠાકરે- ચવ્હાણે લોકોને ફસાવ્યા છે.

દિલ્હી મુલાકાતમાં મરાઠા અનામતનો મુદ્દો ઉખેળીને દેખાડો કરવાનો હતો. રાજ્યમાં મરાઠા સમાજનો રોષ વધવાને લીધે દિલ્હીની મુલાકાત લેવામાં આવી હતી. કાંઈક કરી રહ્યા છે એ બતાવવા માટે તે મુલાકાત હતી. વાસ્તવમાં મરાઠા અનામત માટે કશું કર્યું નથી, એમ મેટેએ જણાવ્યું હતું.

કાયદા નિષ્ણાતોની સમિતિ સ્થાપીશું : મરાઠા અનામત માટે અમે ચૂપ નહીં રહીએ. દરેક જિલ્લામાં નિષ્ણાતોની બેઠક લેવામાં આવશે. આ પછી જિલ્લા અનુસાર મેળાવડા અને મોરચા કાઢવામાં આવશે. આ મેળાવડા મૂક નહીં રહેશે. તે બોલકા હશે. ન્યાય માગનારા હશે. સંઘર્ષ કરનારા હશે, એમ કહીને ભોસલે સમિતિ પ્રમાણે અમારા કાયદા નિષ્ણાતોની સમિતિ સ્થાપીશું.

ચોમાસુ સત્ર ચાલવા નહીં દઈએ
મરાઠા સમાજની માગણીઓ સરકારે માન્ય કરવી જોઈએ. માગણીઓ માન્ય નહીં થાય તો ચોમાસુ સત્ર ચાલવા નહીં દઈશું, એમ તેમણે જણાવ્યું હતું. મરાઠા અનામત સંબંધમાં સમાજની જનજાગૃતિ કરવા માટે પુણેથી રાજ્યવ્યાપી મુલાકાતની શરૂઆત કરવામાં આવશે. પુણેથીનગર પછી આવતીકાલે ઔરંગાબાદ, જાલના, સોલાપુરમાં જઈશું. બીજા તબક્કામાં રાયગઢ, સિંધુદુર્ગ, કોલ્હાપુર, સાતારા વગેરે ઠેકાણે જઈશું. દરેક જિલ્લામાં મોરચા, મેળાવડા કાઢવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું. આને કારણે લોકડાઉન ખૂલી રહ્યું છે તેમ મરાઠા અનામત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ છે.

અન્ય સમાચારો પણ છે...