તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:મુંબઈમાં કોરોનાથી પ્રતિબંધિત ક્ષેત્રોમાં મોટો વધારો, પાલિકાનું ઝૂંપડપટ્ટી ભાગો પર ધ્યાન કેન્દ્રિત

મુંબઇ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઝૂપડપટ્ટી પરિસરમાં કોરોનાનું ઝડપથી વધતા સંક્રમણથી મહાપાલિકાએ શહેર અને ઉપનગરોના ઝૂપડપટ્ટી ભાગો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દાદર, વરલી અને ધારાવી પછી કુર્લા, ચુનાભઠ્ઠી, ઘાટકોપર, સાંતાક્રુઝ, અંધેરી, જોગેશ્વરી પરિસરની ઝૂપડપટ્ટીઓમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા હોવાથી આ ભાગના પ્રતિબંધિત ક્ષેત્રો (કન્ટેન્મેંટ ઝોન)માં મોટો વધારો કરવામાં આવ્યો છે.  કોરોનાનું સંક્રમણ ચાલીઓ, ઝૂપડપટ્ટીઓ જેવા ગીચ રહેણાંકમાં મોટા પ્રમાણમાં થયું છે. કેટલાક દિવસો પહેલાં જે ભાગોમાં દર્દીઓની સંખ્યા ઓછી હતી ત્યાં હવે ઝડપથી દર્દીઓ વધી રહ્યા છે. મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૫ હજારનો આંકડો વટાવી ગઈ છે. દરરોજ સેંકડો દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. ધારાવી પછી પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોના કેટલાક ભાગોમાં છેલ્લા થોડા દિવસમાં દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થયો હોવાથી આરોગ્ય વિભાગ સમક્ષ પડકાર ઊભો થયો છે.  મહાપાલિકાએ કોરોનાના દર્દીઓવાળી ઝૂપડપટ્ટી, સોસાયટીઓ જેવા પરિસરના પ્રતિબંધિત ક્ષેત્રોમાં વધારો કર્યો છે. મુંબઈમાં અત્યારે ૨૬૪૬ ઠેકાણે પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યા છે. એમાં સૌથી વધારે જી-નોર્થ વોર્ડના દાદર, ધારાવી, માહીમ, માટુંગામાં ૩૭૦ ઠેકાણા છે. એ પછીના ક્રમે કુર્લા એલ વોર્ડમાં કુર્લા, ચુનાભઠ્ઠી, ઘાટકોપરમાં ૨૭૮ ઠેકાણા છે. પ્રતિબંધિત ક્ષેત્રો વોર્ડ મુજબ : જી-નોર્થમાં દાદર, ધારાવી, માહીમ અને માટુંગામાં કુલ ૩૭૦ પ્રતિબંધિત ક્ષેત્રો છે. એલ વોર્ડના કુર્લા, ચુનાભઠ્ઠી અને ઘાટકોપરમાં ૨૭૮, કે-પશ્ચિમના સાંતાક્રુઝ, જુહુ, અંધેરી, જોગેશ્વરી, વિલેપાર્લે, વર્સોવામાં કુલ ૨૫૫, ઈ વોર્ડમાં ભાયખલા, માઝગાવ, મુંબઈ સેંટ્રલ, નાગપાડા, કામાઠીપુરા, ઘોડપદેવ, આગ્રીપાડા, મદનપુરા, મોમીનપુરા, કાલાચોકી મળીને કુલ ૨૨૧, એચ-પૂર્વમાં બાન્દરા, બહેરામપાડા, ખાર, બીકેસી, સાંતાક્રુઝ અને કલિના મળીને કુલ ૧૬૫, એમ-પૂર્વમાં દેવનાર, માનખુર્દ, ગોવંડી, શિવાજીનગર, ચેંબુર, વાશીનાકા કુલ ૧૫૨, જી-દક્ષિણમાં મહાલક્ષ્મી, સાત રસ્તા, જેકબ સર્કલ, લોઅર પરેલ, એલ્ફિન્સ્ટન રોડ, પ્રભાદેવી, વરલી કુલ ૧૪૩, કે-પૂર્વમાં અંધેરી, મરોલ, જે.બી.નગર, જોગેશ્વરી, સહાર રોડ, વિલેપાર્લે કુલ ૧૨૦, એફ-દક્ષિણમાં ભોઈવાડા, પરેલ, ચિંચપોકલી, લાલબાગ, શિવરી, દાદર, નાયગાવ કુલ ૧૦૮, એન વોર્ડમાં ઘાટકોપર, પંતનગર, વિક્રોલી પાર્કસાઈટ, અમૃતનગર, જગડુશાનગર, ભટ્ટવાડી, ગોળીબાર રોડ કુલ ૧૦૯, પી-ઉત્તર વોર્ડમાં ગોરેગાવ, દિંડોશી, મલાડ, માલવણી, કુરાર વિલેજ કુલ ૧૦૨, એમ-પશ્ચિમ વોર્ડમાં ચેંબુર, ઘાટલા વિલેજ, શેલ કોલોની, ચેંબુર નાકા, ટિળકનગર, લોખંડે માર્ગ કુલ ૯૭, એસ વોર્ડમાં ભાંડુપ, સોનાપુર, ખિંડીપાડા, કાંજુરમાર્ગ, વિક્રોલી, ટેંભી પાડા કુલ ૮૯, ડી વોર્ડમાં ખેતવાડી, ચર્ની રોડ, ગિરગાવ, ગ્રાન્ટ રોડ, ખોતાચી વાડી, વાલકેશ્વર, નેપિયન્સી રોડ, તારદેવ, કામાઠીપુરા, ગાવદેવી, મુંબઈ સેંટ્રલ કુલ ૮૨, આર-દક્ષિણ વોર્ડમાં કાંદીવલી, સંજયનગર, આકુર્લી રોડ, લાલજી પાડા, ઈસ્લામ કમ્પાઉન્ડ, જનતા કોલોની, ચારકોપમાં કુલ ૮૧, એફ-ઉત્તર વોર્ડમાં દાદર, માટુંગા, પારસી કોલોની, સાયન, કોળીવાડા, ષણમુખાનંદ હોલ, કિંગ્ઝ સર્કલ, પ્રતીક્ષાનગર, શિવરી, જીટીબી નગર, વડાલા, એન્ટોપ હિલ કુલ ૭૫, પી-દક્ષિણ વોર્ડમાં ગોરેગાવ, મલાડ કુલ ૬૬, એચ-પશ્ચિમ વોર્ડમાં બાન્દરા, બાન્દરા રેકલેમેશન, ભાભા હોસ્પિટલ પરિસર, ખાર, સાંતાક્રુઝ કુલ ૫૯, આર-મધ્ય વોર્ડમાં બોરીવલી, દેવીપાડા, કાંદીવલી કુલ ૫૩, બી વોર્ડમાં ડોંગરી, માંડવી, મસ્જિદ બંદર, ભિંડી બજાર, ઉમરખાડી, ચિંચબંદર કુલ ૫૨

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો