તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોનાને કારણે મુંબઈમાં જન્મદરમાં મોટો ઘટાડો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક કુટુંબો વતન જતાં રહ્યાં તેનું પરિણામ

દેશભરમાં ગયા વર્ષથી કોરોનાએ માનવીની જીવનશૈલીમાં અનેક બદલાવ લાવી દીધા છે. હવે કોરોનાને કારણે વધુ એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કોરોના અને લોકડાઉનને લીધે અનેક કુટુંબો શહેરની બહાર જતાં રહ્યાં અથવા વતનભેગા થઈ ગયા હતા, જેને કારણે 2019ની તુલનામાં 2020માં મુંબઈનાં જન્મદરમાં 26 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને 2015 પછી પહેલી જ વાર જન્મદરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે.

આ માહિતી મહાપાલિકાની આંકડાવારી પરથી સ્પષ્ટ થાય છે. આ આંકડાવારી અનુસાર 2015માં 1.74 લાખ બાળકોનો જન્મ થયો હતો. 2016માં તેમાં આશરે 21,950નો ઘટાડો થયો હતો અને તે વર્ષનો જન્મદર 1.52 લાખ હતો. આ પછીનાં વર્ષોમાં ક્યારેક આ આંકડાઓમાં થોડા પ્રમાણમાં વધારો અથવા ઘટાડો નોંધાવવામાં આવ્યો હતો. 2019 વર્ષમાં મુંબઈમાં 1.48 લાખ બાળકોનો જન્મ થયો હતો. જોકે 2020માં તેમાં 42,000નો મોટો ઘટાડો થયો હતો.

26 ટકાનો મોટો ઘટાડો “2019ની તુલમામાં જન્મદરમાં 26 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. 2020માં જન્મેલા બાળકોમાં 52 ટકા બાળકો અને 48 ટકા બાળકીઓ હતી, જ્યારે 2019માં આ પ્રમાણ ક્રમશઃ 47.23 ટકા અને44.24ટકા હતું. બીજો એક મોટો બદલાવ એ કે ઘરે પ્રસૂતિની સંખ્યા પણ ઓછી થઈ છે. 2015માં ઘરમાં પ્રસૂતિ થયેલી મહિલાઓની સંખ્યા 1465 હતી. જોકે 2020માં તેમાં મોટો ઘટાડો થઈને આ આંકડો 256 પર આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...