તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમૈયાનો દાવો:ભુજબળની રૂ. 100 કરોડની મિલકત આઈટી દ્વારા જપ્ત

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રવાદીએ કહ્યું કિરીટ સોમૈયાએ રાજકારણ છોડીને હવે જ્યોતિષ બની જવું જોઈએ

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી છગન ભુજબળની રૂ. 100 કરોડની સંપત્તિ આવકવેરા વિભાગે જપ્ત કરી છે, એવો દાવો ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ કર્યો હતો. આજે સવારે 7 વાગ્યે ટ્વીટ કરીને તેમણે આ દાવો કર્યો હતો.

ઠાકરે સરકારના મંત્રી ભુજબળ, ભૂતપૂર્વ સાંસદ સમીર ભુજબળ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય પંકજ ભુડબળની રૂ. 100 કરોડની બેનામી માલમતા જપ્ત કરવામાં આવી છે. આ પ્રકરણમાં ડાયરેક્ટર, આવકવેરા વિભાગ (તપાસ) મારફત સેશન્સ કોર્ટ, મુંબઈમાં દાવો દાખલ કરીને કાયદેસર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સોમૈયા અને સમાજસેવિકા અંજલી દમણિયા દ્વારા આ સંબંધમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગે અખબારી યાદીમાં આ માહિતી આપી છે. બેનામી સંપત્તિ ભુજબળે કલકત્તાની કંપની થકી ખરીદી કરી હતી. સેશન્સ કોર્ટમાં બેનામી લેણદેણ અંતર્ગત ફોજદારી પ્રક્રિયાનો દાવો દાખલ કરવામાં આવ્યો છે, જેની ટૂંક સમયમાં સુનાવણી થશે. જો ગુનો પુરવાર થાય તો ભુજબળને 7 વર્ષ સુધી સજા થઈ શકે છે, એવો દાવો પણ સોમૈયાએ કર્યો છે.

રાષ્ટ્રવાદીના રાજ્ય મુખ્ય પ્રવક્તાનો જવાબ
રાષ્ટ્રવાદીના રાજ્ય મુખ્ય પ્રવક્તા મહેશ તપાસેએ જણાવ્યું કે સોમૈયાએ રાજકારણ છોડીને હવે જ્યોતિષનો ધંધો શરૂ કરવો જોઈએ. દક્ષિણ મુંબઈમાં અલ જબ્રિયા કોર્ટ ઈમારતને ટાંચ મારવામાં આવી તે સંબંધમાં સોમૈયાએ આ ટ્વીટ કર્યું છે. જોકે આ ઈમારતના માલિક અર્શદ સિદ્દિકીએ આ માલમતાના વ્યવહારો સાથે રાષ્ટ્રવાદીના નેતા અને મંત્રી ભુજબળ કે તેમના કુટુંબીઓનો સંબંધ નથી એવું સ્પષ્ટ કર્યું છે.

ભાજપ નેતા વારંવાર આવા બેછૂટ આરોપ કરીને મહાવિકાસ આઘાડી સરકારના નેતાઓને બદનામ કરે છે. રાજકારણ કરો પરંતુ વાસ્તવિકતા શું છે તેસમજીને આરોપ કરવાનું ઉચિત રહેશે. એકાદ નેતાને બદનામ કરવાનું કાવતરું તુરંત બંધ કરો, એવો ઈશારો પણ તેમણે આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...