વ્યવસ્થા:પશ્ચિમ રેલવેની બાંદરા ટર્મિનસથી ભુજ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બુકિંગ 17 ડિસ.થી PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પરથી કરી શકાશે

પ્રવાસીઓની સુવિધા અને આગામી તહેવારની મોસમ દરમિયાન વધતી પ્રવાસની માગણીને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા બાંદરા ટર્મિનસથી ભુજ સુધી વિશેષ ભાડાં પર સંપૂર્ણ આરક્ષિત ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું અને બાંદરા ટર્મિનસ -ઝાંસી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં વધારાનો કોચ જોડવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ મુજબ ટ્રેન નં. 09417 બાંદરાથી 23 ડિસેમ્બરે 16.45 કલાકે ઊપડીને બીજા દિવસે 07.20 કલાકે ભુજ પહોંચશે.

વળતી દિશામાં બીજા દિવસે 09418 ભુજથી 20.40 કલાકે ઊપડીને બીજા દિવસે 11.20 કલાકે બાંદરા પહોંચશે. માર્ગમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશને બંને દિશામાં ઊભી રહેશે. તેમાં એસી 3- ટિયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.22196 / 22195 બાંદરા - ઝાંસી (દ્વિ- સાપ્તાહિક) સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 21 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી વધારાનો 3 ટિયર એસી કોચ હંગામી ધોરણે જોડવામાં આવશે.09417 અને 09418 માટે બુકિંગ 17 ડિસેમ્બરથી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પરથી કરી શકાશે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...