વિવાદ:ભૂંગળાધારી, પુંગીધારી બહુ જોયાઃ ઉદ્ધવે વિવિધ મુદ્દે રાજ ઠાકરેને આડેહાથ લીધા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંદુત્વના નવા ખેલાડી તરફ હું ધ્યાન આપતો નથી

હિંદુત્વના નવા ખેલાડીઓ તરફ હું ધ્યાન આપતો નથી. તેમની પાસેથી ક્યારેય મરાઠીની રમત ચલાવવામાં આવે છે તો ક્યારેક હિંદુત્વની. શિવસેના હિંદુત્વવાદી જ છે. આવા ભૂંગળાધારી, પુંગીધારી બહુ જોયા, એમ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક કાર્યક્રમમાં રાજ ઠાકરે પર હલ્લાબોલ કર્યો હતો.

મરાઠી અને હિંદુત્વની રમત મહારાષ્ટ્રની જનતાએ જોઈ છે. ફોગટમાં મનોરંજન થતું હોય તો તે શા માટે નહીં જોવું જોઈએ. હિંદુઓને નાસમજ સમજશો નહીં. આપણા દેશમાં હિંદુ અનેક ભાષા બોલે છે. અમે વાનરવેડા કરતા નથી. અમે હિંદુ છીએ તે કહેવું પડતું નથી. તેમને અલગ અલગ ઝંડા લહેરાવવા પડે છે. અમને ઝંડા બદલવા પડતાનથી. અસ્તિતવ હોય તો પણ ટકાવવાની જરૂર હોય છે, એમ તેમણે રાજ પર નિશાન સાધતાં જણાવ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સવારન શપથવિધિ થવા પૂર્વે બે વર્ષ અગાઉ 2017માં રાષ્ટ્રવાદી અને ભાજપમાં યુતિની ચર્ચા થઈ હતી એમ વિધાનસભ્ય આશિષ શેલારે હાલમાં જણાવ્યું હતું, જેને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે સમર્થન આપ્યું હતું. તે વિશે ઠાકરેએ જણાવ્યું કે 2017માં યુતિની ચર્ચા ચાલતી હતી તે છૂપા ઘટનાક્રમની માહિતી કમસેકમ અમને નહોતી.

શિવસેના- ભાજપ યુતિ 25 વર્ષ હિંદુત્વના મુદ્દા પર ઘટ્ટ હતી. જોકે ભાજપના ખાવાના દાંત અને બતાવવાના દાંત હવે દેખાઈ ગયા છે. હવે 3 વિરુદ્ધ 1 ચિત્ર છે. ત્રણ પક્ષની સરકારે અડધો કાર્યકાળ પૂરો કર્યો છે તે વિરોધી પક્ષ માટે આંચકો છે. હવે સરકાર સારી રીતે ચાલી રહી છે. પવારનું માર્ગદર્શન વડીની જેમ મળે છે. અમારી વાતો થાય છે. ત્રણેય મળીને એકત્ર કામ કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

રાણા દંપતીને સમજાવો
રાણા દંપતીને સમજાવવા જોઈએ, પરંતુ તેવું કરવાની ફિકર નથી. જોકે મારી પાસે આવા લોકોને હાથ ધરનારા ઘણા બધા માણસો છે. તેમને રોકવાનો મારી સામે પડકાર છે. તમને હનુમાન ચાલીસ હમણાં જ કેમ યાદ આવી, એમ પણ તેમણે પૂછ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...