તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ચોમાસુ સત્ર ગજવનારા ભાસ્કર જાધવને સોશિયલ મિડિયા પર ધમકી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે બે સુરક્ષા રક્ષકો પૂરા પાડ્યા

રાજ્ય વિધાનમંડળના ચોમાસુ સત્રમાં ભાજપના 12 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવા માટે નિમિત્ત બનેલા વિધાનસભાના અધ્યક્ષ ભાસ્કર જાધવે સોશિયલ મિડિયા પરથી તેમને ધમકીઓ મળી રહી હોવાનો આરોપ કર્યો છે, જેને કારણે તેમને સરકારે સુરક્ષા પૂરી પાડી છે.

જાધવે સોમવાર- મંગળવાર બે દિવસ વિધાનસભાના અધ્યક્ષપદે બિરાજમાન થઈને કડક કામગીરી બજાવી હતી. ભાજપે આ સત્ર દરમિયાન સત્તાધારીઓને ઘેરવા માટે પૂરી તૈયારીઓ કરી રાખી હતી, પરંતુ ઓબીસી અનામતને મામલે સંજોગો એવા ઊભા થયા કે ભાજપના વિધાનસભ્યો અત્યંત આક્રમક બની ગયા હતા.

તેમણે સ્પીકરનું માઈક ખેંચી લીધું હતું. આ પછી જાધવની ચેમ્બરમાં ગયા ત્યારે વિવાદ થયો હતો. જાધવે કહ્યું કે ભાજપના વિધાનસભ્યો મારી પર દોડી આવ્યા હતા. તેમણે મને મા- બહેન પરથી ગાળો આપી હતી. આ ઘટના પછી ભાજપના 12 આક્રમક વિધાનસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમ, જાધવને કારણે ભાજપના ષઢમાંથી હવા નીકળી ગઈ હતી. દરમિયા જાધવે પોતાને સોશિયલ મિડિયા પર ધમકીઓ મળી રહી છે. ગાળાગાળી કરવામાં આવી રહી છે એવી ફરિયાદ કર્યા પછી રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલે તેમને બે સુરક્ષા રક્ષકો બુધવારે આપ્યા હતા.

દરમિયાન સત્રમાં શું બન્યું તે બધાએ જોયું છે. આથી જેમની પાસે સીસીટીવી ફૂટેજ હશે અને અન્ય પક્ષના વિધાનસભ્યોએ પણ ગેરવર્તન કર્યું હોય તો કાર્યવાહી કરો, જો હું દોષી હોઉં તો મારી પર પણ કાર્યવાહી કરો. ભાજપે આ અંગે કોર્ટમાં જવું હોય તો જઈ શકે છે, કારણ તેમને કોઈએ રોક્યા નથી, એમ જાધવે જણાવ્યું હતું.

ભાજપના વિધાનસભ્યોની બેઠક
દરમિયાન હવે પછી શું કરવું તેની પર ચર્ચાવિચારણા કરવા અને રણનીતિ ઘડી કાઢવા માટે ભાજપના 12 વિધાનસભ્યો સહિત અન્ય સિનિયર નેતાઓની બુધવારે બેઠક યોજાઈ હતી. ભાજપના વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન સાગર બંગલોમાં પક્ષના બધા વિધાનસભ્યો ભેગા થયા હતા. ખાસ કરીને વિધાનસભા અધ્યક્ષની માફી માગીને આ પ્રકરણ મિટાવી દેવું કે પછી કોર્ટમાં જવું તે માટે ચર્ચાવિચારણા થઈ હતી.સસ્પેન્શનની કાર્યવાહી પાછી ખેંચવા માટે કાયદેસર કયા વિકલ્પ છે, કોર્ટમાં પોતાની બાજુ ક્યાં સુધી ટકી રહેશે વગેરે બાબતો પર ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. આથી હવે ભાજપ કેવું વલણ અપનાવે છે તેની પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...