તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રોકવાની અરજી મુંબઈની સિટી સિવિલ કોર્ટે રદબાતલ કરી છે. હુસૈન ઝૈદી લિખિત માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પરથી ભણસાલી દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મનું નિર્માણ રોકવા માટે ગંગુબાઈન દત્તક પુત્ર હોવાનો દાવો કરતાં બાબુજી શાહે અરજી કરી હતી.ગંગુબાઈ મૂળ ગુજરાતની હતી. તેને સાથી દ્વારા મુંબઈમાં લાવીને કૂટણખાને વેચી દેવામાં આવી હતી. ગત સદીની મધ્યમાં ગંગુબાઈએ પછી ઘણા બધા અંડરવર્લ્ડના ગેન્ગસ્ટરો સાથે જોડાણ કર્યું હતું અને દક્ષિણ મુંબઈમાં અમુક ભાગમાં તેણે પકડ જમાવી હતી.
sતે મોટા કૂટણખાનાની માલિકણ બની હતી અને મુંબઈના રેડ લાઈટ વિસ્તાર કામાઠીપુરામાં મહિલાઓ અને અનાથ બાળકોના ઉદ્ધાર માટે ઘણું કામ કર્યું હોવાનું કહેવાય છે.2011માં માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પ્રકાશિત થયું રહતું, જેમાં ગંગુબાઈ પર પણ એક અધ્યાય છે. વાસ્તવમાં ગંગુબાઈની નામનાને ઘસરકો પહોંચાડવામાં આવ્યો છે, તેના ગોપનીયતા અને સ્વમાનના અધિકારનો ભંગ કરવામાં આવ્યો એવી દલીલ કરીને પુસ્તકના પ્રકાશન અને વિતરણ સામે મનાઈ આદેશ માગવામાં આવ્યો હતો.અરજીમાં શું દાવો કરાયો હતો : તથાકથિત નવલકથાને આધારે કોઈ પણ ફિલ્મનું નિર્માણ, દિગ્દર્શન અથવા પ્રોમોનું પ્રસારણ કરવાથી લેખકો અને ફિલ્મકારોને રોકવા માટે કાયમી ઈન્જંકશનની દાદ શાહે માગી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.