તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભાંડુપના ડ્રીમ્સ મોલની આગ પ્રકરણમાં તપાસ શરૂ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સનરાઈઝ હોસ્પિટલમાં રાત્રે આગ લાગી હતી જેમાં 11 જણનાં મૃત્યુ થયાં હતાં, આગનું ચોક્કસ કારણ શોધવા માટે અગ્મિશમન દળની કાર્યવાહીઃ મૃતકમાં બધા વૃદ્ધ

ભાંડુપ ખાતે રેલવે સ્ટેશન સ્થિત ડ્રીમ્સ મોલ અને તેના ત્રીજા માળ પરની સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે આગ લાગીને 11 જણનાં મૃત્યુ થયાં હતાં તે અંગે ઊંડાણથી તપાસ કરવાની સૂચના મહાપાલિકા પ્રશાસન દ્વારા પોલીસને આપવામાં આવી છે. આથી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બીજી બાજુ અગ્નિશમન દળ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ શોધી કાઢવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મૃતકોમાં બધા વૃદ્ધજનોનો સમાવેશ થાય છે, જેઓ મોટે ભાગે આગના ધુમાડાથી ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હોવાનું મહાપાલિકા પ્રશાસને જણાવ્યું હતું.

મુંબઈમાં કોવિડની પરિસ્થિતિ ગંભીર બની હોવાથી આ મોલમાં હોસ્પિટલમાં સ્થાપવા માટે પરવાનગી આપવામાં આવી હતી. તેને આપેલી પરવાનગી 31 માર્ચે પૂરી થવાની હતી. તે પૂર્વે જ આગ ફાટી નીકળી હતી. આગમાં આખો મોલ અને હોસ્પિટલ ખાક થઈ ગયા છે.આગની દુર્ઘટનામાં ધુમાડાથી શ્વાસ ગૂંગળાઈને 11 જણનાં મૃત્યુ થયાં હતાં.

દરમિયાન સનરાઈઝ હોસ્પિટલમાં ઉપચાર લેતી વખતે મૃત્યુ પામેલા જે જણના મૃતદેહ પણ ઘટનાસ્થળથી બહાર કાઢવામાં આવ્યા હતાં. મહાપાલિકા પ્રશાસને ભાંડુપ પોલીસને દુર્ઘટના પ્રકરણે ઊંડાણથી તપાસ કરવા માટે જણાવ્યું છે. આ મુજબ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અગ્નિશમન દળ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ફાયરમેને ત્રિરંગાને આગથી બચાવ્યો
હોસ્પિટલમાં લાગેલી આગ મોલમાં તેજીથી ફેલાઇ રહી હોવા છતાં ત્રિરંગો જ્વાળાઓમાં સલામત હતો. એક ફાયરબ્રિગ્રેડના કર્મચારીને ખબર પડી કે અહીં રાષ્ટ્રધ્વજ છે તેથી તેણે જાનના જોખમે પણ રાષ્ટ્રધ્વજને આગની લપેટમાંથી બચાવીને સહીસલામત મોલ ઉપરનો ત્રિરંગો નીચે ઉતારી લીધો હતો.

મૃતકોનાં નામ
મૃતકોમાં ઝવેરચંદ નિસર (74), રવીંદ્ર મુણ્ગેકર (66), ગોવિંદલાલ દાસ (80), મંજુલા બથારિયા (65), અંબાજી નારાયણ પાટીલ (65), સુનંદાબાઈ અંબાજી પાટીલ (58), સુધીર સખારામ લાડ (66), હરીશ કરમચંદ સચદેવ (68), શ્યામ ભક્તિલાલ (77), મહાદેવ શંકર ઐયર (79), અશોક શ્રીપદ વાઘમારે (38)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો