તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:બેસ્ટના કાફલામાં 150 થશે ડબલડેકર બસોની સંખ્યા

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 120 ડબલડેકરમાંથી 70ની હાલત ખરાબ છે

બેસ્ટ ઉપક્રમના કાફલામાં ટૂંક સમયમાં 100 ડબલડેકર બસ આવશે. અત્યારની 120 ડબલડેકર બસોમાંથી 70 બસનું આયખુ પૂરું થઈ રહ્યું છે અને તબક્કાવાર એને ભંગારમાં કાઢવામાં આવશે. એ પછી પણ સેવામાં રહેનારી 50 બસ અને આવનારી નવી 100 બસોને લીધે ડબસડેકર બસની સંખ્યા 150 થશે એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

બેસ્ટ ઉપક્રમની ડબલડેકર બસ મુંબઈની અનેક વિશિષ્ટતાઓમાંથી એક છે. તેથી સામાન્ય પ્રવાસીઓની સાથે પર્યટકોને પણ એ ગમે છે. આ બસને લીધે પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા વધે છે અને ગિરદીમાં પણ પ્રવાસ રાહતભર્યો થાય છે. બેસ્ટના કાફલામાં રહેલી 120 ડબલડેકર બસોનું આયખુ પૂરું થવાથી એ કાઢી નાખવી પડશે એવી માહિતી પ્રકાશમાં આવી હતી. એમાંથી 70 બસોનું આયખુ અત્યારે પૂરું થઈ રહ્યું હોવાથી એ ભંગારમાં કાઢી નાખવામાં આવી રહી છે. તેથી ફક્ત 50 ડબલડેકર બસ રહેશે જેમનું જીવન હજી ત્રણ-ચાર વર્ષનું છે. તેથી નવી 100 ડબલડેકર બસ લેવાનો નિર્ણય તાજેતરમાં લીધો હોવાનું બેસ્ટ ઉપક્રમે સ્પષ્ટ કર્યું હતું. આ ટેંડર પ્રક્રિયા ચાલુ છે અને ચાર મહિનામાં તબક્કાવાર બસો દાખલ કરવાનો ઉદ્દેશ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અત્યાધુનિક સુવિધાઓ
ભઆરત-6 શ્રેણીની ડબલડેકર બસોમાં ઓટોમેટિક ગિયર છે. બસસ્ટોપની માહિતી આપવા માટે બસમાં ઈલેકટ્રોનિક બોર્ડ છે. 2 ઓટોમેટિક દરવાજા હશે જે ખોલવા અને બંધ કરવા માટેનું નિયંત્રણ ડ્રાઈવર પાસે રહેશે. બસોમાં સીસી ટીવી કેમેરા હશે. બસમાં ફરજ નિભાવતા 2 કંડકટરને એકબીજા સાથે વાત કરવા વિશેષ વ્યવસ્થા હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો