ભાસ્કર વિશેષ:બેસ્ટની બસમાં હવે સીટ રિઝર્વેશનની સગવડ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી ટેક્સી સેવા કંપનીઓના પગલે બેસ્ટ દ્વારા નવી સુવિધા શરૂ કરાઈ

સવારે કે સાંજે ગિરદીના સમયે બેસ્ટની બસમાં થતી ગિરદી, ભરાયેલી સીટ, બસ સ્ટોપ પર સમયસર બસ આવતી ન હોવાના લીધે પ્રવાસીઓના કામનું નિયોજન ખોરવાય છે. એમાંથી છૂટકારો મેળવવા બેસ્ટ ઉપક્રમે ઓલા, ઉબર જેવી મોબાઈલ એપ આધારિત ખાનગી ટેક્સી સેવા પ્રમાણે બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

બસનો રૂટ, સમય જણાતા જ એમાં સીટનું રિઝર્વેશન કરવાની સગવડ પ્રવાસીઓને ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એના માટે અત્યારના ચલો એપમાં અથવા સ્તવંત્ર એપ દ્વારા સેવા મળશે. આગામી ત્રણ મહિનામાં આ સુવિધા પ્રવાસીઓ માટે શરૂ થશે એવી માહિતી બેસ્ટ ઉપક્રમ તરફથી આપવામાં આવી હતી.

ટેક્સી, રિક્ષા સમયસર ઉપલબ્ધ ન થવી, ચાલકો તરફથી ભાડું નકારવું, વધારે ભાડું લેવું વગેરેના કારણે પ્રવાસીઓની હેરાનગતિ થાય છે. આ પરિસ્થિતિમાંથી ઓલા, ઉબર મોબાઈલ એપ સેવા આધારિત ખાનગી એસી ટેક્સી સેવા શરૂ થઈ. બેસ્ટ ઉપક્રમ તરફથી પણ હવે પ્રવાસીઓની સંખ્યા અને આવક વધારવા માટે ઓલા, ઉબરના પ્રમાણે કેટલીક સેવા આપવાનો નિર્ણય લીધો છે.

ભવિષ્યમાં પ્રવાસીઓ બેસ્ટની બસમાં સીટ રિઝર્વ કરી શકશે. એના માટે બેસ્ટના અત્યારના એપમાં ફેરફાર કરીને અથવા સ્વતંત્ર એપ દ્વારા સીટ રિઝર્વેશન કરવાની સુવિધા આપવામાં આવશે. એમાં પ્રવાસીઓને બસનો રૂટ, સમય, એ રૂટ પર હજી કેટલી બસ હશે વગેરે માહિતી મળી શકશે. ખાનગી ટેક્સી કંપનીઓની જેમ બેસ્ટ તરફથી સેવા આપવામાં આવશે જેમાં બસની સીટ રિઝર્વ કરી શકાશે.

આ સેવામાં ફક્ત એસી બસ ચલાવવામાં આવશે. એનું નિયોજન ચાલુ છે અને આગામી ત્રણ મહિનામાં આ સેવા ઉપલબ્ધ થશે. એક મોબાઈલ એપ દ્વારા આ નવી સેવા આપવામાં આવશે. તેથી પ્રવાસીઓનો ઘણો સમય બચશે અને પ્રવાસ રાહતભર્યો થશે એમ બેસ્ટ ઉપક્રમના મહાવ્યવસ્થાપક લોકેશ ચંદ્રએ જણાવ્યું હતું.

પ્રતિસાદ બાદ ભાડાના દરનું નિયોજન
ખાનગી ટેક્સી પ્રમાણે સેવા આપતા એસી બસ ચલાવવામાં આવશે. આ બસનું ભાડું અત્યારની એસી બસ કરતા વધુ હશે. કયા રૂટ પર આ બસને પ્રતિસાદ મળશે, એનું ભાડું કેટલું હોવું જોઈએ વગેરેનું નિયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે બેસ્ટ ઉપક્રમ પાસે 3 હજાર 460 બસનો કાફલો છે. એમાં પોતાની માલિકીની 1 હજાર 906 અને ભાડેથી લીધેલી 1 હજાર 544 બસ છે. એસી 1 હજાર 440 અને નોનએસી 2 હજાર 20 બસ છે. અત્યારે બેસ્ટની બસમાં કુલ 27 લાખથી વધારે પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...