તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા દસ મહિનાથી ચાલુ કોરોના વિરુદ્ધની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા બજાવનાર બેસ્ટ ઉપક્રમના 34,000 કર્મચારીઓને રસી મૂકવાની શરૂઆત થઈ છે. ડ્રાઈવર, કંડકટર સહિત અન્ય કર્મચારીઓને પણ રસી મૂકવામાં આવશે એલી માહિતી બેસ્ટ ઉપક્રમ તરફથી આપવામાં આવી હતી.
કોરોનાના સમયમાં શરૂઆતથી જ બેસ્ટ ઉપક્રમે સેવા આપી હતી. આ સમયમાં ડેપોના ડ્રાઈવર, કંડકટરો, પરિવહન નિરીક્ષક સહિત ટેકનીકલ કર્મચારીઓએ પણ સેવા આપી હતી. લોકડાઉન હળવો થયા પછી બેસ્ટ પૂરી પ્રવાસી ક્ષમતા સાથે બસ ચલાવવાની શરૂઆત કરી. છેલ્લા દસ મહિનાના સમયમાં વિવિધ વિભાગોમાં સેવા આપતા કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું. અત્યાર સુધી 2805 અધિકારીઓ, કર્મચારીઓ કોરોનામુક્ત થયા છે. 60 કર્મચારીઓના મૃત્યુ થયા છે અને એમાં મોટા ભાગના કર્મચારીઓ પરિવહન અને વિદ્યુત વિભાગના છે. લગભગ 15 કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બેસ્ટમાં કોરોનામુક્તિનું પ્રમાણ 96 ટકા કરતા વધુ છે.
હવે બેસ્ટના કર્મચારીઓની રસીકરણની શરૂઆત થઈ છે. કર્મચારીઓના રસીકરણ માટે મુંબઈ મહાપાલિકા અને બેસ્ટ ઉપક્રમે નિયોજન કર્યું છે. બેસ્ટ ઉપક્રમમાં વિવિધ વિભાગોમાં મળીને કુલ 34000 અધિકારીઓ, કર્મચારીઓ છે. બધાનું તબક્કાવાર રસીકરણ કરવામાં આવશે. બેસ્ટ ઉપક્રમમાં લગભગ 18,000 ડ્રાઈવર અને કંડકટરો છે. કર્મચારીઓ 22 રસીકરણ કેન્દ્રોમાં સોમવારથી શનિવાર સુધી સવારના 9 થી સાંજે 5 વાગ્યા સુધી રસી મૂકાવી શકે છે. બેસ્ટ પ્રશાસને આ પહેલાં જ કોવિન એપ પર કર્મચારીઓની નોંધણી કરી છે. આમ છતાં કેન્દ્રમાં જતા સમયે કર્મચારીઓએ બેસ્ટનું ઓળખપત્ર, આધારકાર્ડ, પેન કાર્ડ સાથે લઈ જવું એવી હાકલ કરવામાં આવી છે. રસી મૂકાવવા માટે બેસ્ટના કર્મચારીઓ કેન્દ્રોમાં જઈ રહ્યા છે એવી માહિતી બેસ્ટ ઉપક્રમના મુખ્ય મેડિકલ અધિકારી ડો. અનિલ સિંગલે આપી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.