તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:કોરોનાના સમયમાં સેવા આપનાર બેસ્ટનું યુનેસ્કો દ્વારા સન્માન કરાયું

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેસ્ટના કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને સેવા આપી

કોરોનાએ મુંબઈમાં દહેશત ઊભી કરી હતી એ સમયે મહાપાલિકા બેસ્ટ ઉપક્રમે ભારે હિંમતથી નાગરિકોને પરિવહનની સેવા આપી. બેસ્ટનની કોવિડ વિરુદ્ધ લડતની નોંધ સંયુક્ત રાષ્ટ્રસંઘના ભાગ એવા આંકરરાષ્ટ્રીય કામદાર સંઘે લીધી છે. તેમના વાર્ષિક પ્રકાશનમાં હેલ્થ એન્ડ વેલનેસ એટ વર્કપ્લેસ શિર્ષક હેઠળ લેખ પ્રકાશિત કર્યો છે. મુંબઈમાં માર્ચ મહિનાથી કોરોનાએ કહેર ફેલાવવાનું શરૂ કર્યું. લોકડાઉન લાગુ થયા પછી મુંબઈની પ્રથમ લાઈફલાઈન લોકલ ટ્રેન બંધ થઈ. અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ ફક્ત બેસ્ટનો આધાર રહ્યો હતો. બેસ્ટની સેવા આ સમયગાળામાં વિરાર, વસઈ, અંબરનાથ સુધી ચાલુ હતી. કોરોનાને કારણે સામાન્ય નાગરિકો નોકરિયાતો પણ ઘરમાંથી બહાર નીકળવા ડરી રહ્યા હતા ત્યારે બેસ્ટના કર્મચારીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને મુંબઈગરાઓને સેવા આપી.

કોવિડથી કર્મચારીઓનો બચાવ થાય એ માટે નિયમાવલી તૈયાર કરવામાં આવી હતી. કર્મચારી ૫ મિનિટ સુધી વાત કરતા કેટલી વખત ઉધરસ ખાય છે, એને અન્ય કોઈ બીમારી છે કે, ઉંમર, ઓક્સિજનનું સ્તર એવા ધોરણ નક્કી કરીને સેવા આપવામાં આવી. દરેક ઠેકાણે સ્ક્રિનિંગ, સુરક્ષિત અંતર રાખીને સેવા આપવામાં આવ્યાની માહિતી તત્કાલીન બેસ્ટ સમિતિ અધ્યક્ષ અનિલ પાટણકરે આપી હતી.

બેસ્ટનું ડોક્યુમેન્ટેશન થશે
કોરોનાને ટાળવા માટે સુરક્ષિત અંતર રાખવું જરૂરી હતું. લોકલ બંધ હોવાથી તમામ પ્રવાસીઓ બેસ્ટ તરફ વળ્યા હતા. તેથી ગિરદી થતા કોરોનાનું જોખમ ઊભું થવાનો ડર હતો. જો કે પ્રશાસનનું નિયોજન અને કર્મચારીઓએ કરેલી સખત મહેનતને કારણે આ કપરા સમયમાં મુંબઈગરાઓ અને અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને સેવા આપી શકાઈ. બેસ્ટની કોરોના વિરુદ્ધની લડતનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવશે એવી માહિતી પ્રશાસન તરફથી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો