તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુક્સાન:બેસ્ટને રૂ. 7,24,00,000ની વીજ બિલની રકમનું નુક્સાન

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 3973 ગ્રાહક પાસેથી લેવાની રકમ બેડ ડેટ્સમાં જશે

પહેલાં જ ખોટ કરતી બેસ્ટને બાકી નીકળતા બિલોની વસૂલી કરવામાં નિષ્ફળતા મળી હોવાથી હવે છેલ્લા 15 વર્ષમાં 3973 ગ્રાહકોના વીજ બિલને બેડ ડેટ્સ (ડૂબેલું કરજ) દર્શાવવાનું નક્કી કર્યું છે. એના લીધે બેસ્ટને લગભગ રૂ. 7,24,00,000ની વીજ બિલની રકમથી હાથ ધોઈ નાખવા પડશે. આ કામ કેટલાક ચોક્કસ દેણદારોને બચાવવાનો પ્રયત્ન તો નથી ને એવી શંકા બેસ્ટ સમિતિના સભ્યોએ વ્યક્ત કરી છે.

બેસ્ટ ઉપક્રમે આ વખતનું બજેટ રજૂ કરતા ચાલુ વર્ષમાં વિદ્યુત વિભાગના રૂ. 260 કરોડ રૂપિયાની અને આગામી વર્ષમાં રૂ. 270 કરોડની ખાદ્ય દર્શાવી છે. બેસ્ટનો વિદ્યુત વિભાગ આ વર્ષે પ્રથમ વખત જ ખોટમાં જવાથી અનેક પ્રશ્ન ઉપસ્થિત થયા. એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાને બદલે બેસ્ટ ઉપક્રમે 2004-05થી 3973 ગ્રાહકોને માફીનું વરદાન આપવાનું નક્કી કર્યું છે. ઈમારત પડવી, ઈમારતનો પુનર્વિકાસ થવાથી સ્થળાંતરિત થયેલા રહેવાસીઓ, ગ્રાહકોનો પત્તો ન લાગવો જેવા કારણોસર આ ગ્રાહકોના બિલ વસૂલ થયા નથી. તેમના બાકી નીકળતા રૂપિયા બેડ ડેટ્સ તરીકે દર્શાવવામાં આવશે.

એના પર બેસ્ટ સમિતિના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. ભાજપના સભ્ય સુનીલ ગણાચાર્યએ વીજ બિલ વસૂલ ન કરવા માટે બેસ્ટ ઉપક્રમ પાસે નકકર કારણો નથી એમ જણાવ્યું હતું. તેમ જ જેમને બેડ ડેટ્સ તરીકે દર્શાવાશે તેઓ કોણ છે, તેમના નામ પણ ઉપક્રમે રજૂ કર્યા નથી. એમાં કેટલાક બિલ 5 થી 6 લાખ રૂપિયા સુધીના છે. તેથી બેસ્ટ વિગતવાર માહિતી આપે એ જરૂરી છે. ખોટમાં ગયેલ વિદ્યુત વિભાગ વીજ બિલ કેવી રીતે વસૂલ કરી શકાય, શું નવી ઉપાયયોજના કરી શકાય એના પર ભાર મૂકવો જરૂરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો