તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના વધતા પ્રદૂષણ પર અંકુશ મૂકવા બેસ્ટ ઉપક્રમમાં ટાટા મોટર્સે નિર્માણ કરેલી પર્યાવરણપૂરક 26 એસી ઈલેક્ટ્રિક બસ મુંબઈગરાઓની સેવામાં શુક્રવારે દાખલ થઈ હતી. આ બસોના કાફલાનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઝંડો ફરકાવીને લોકાર્પણ કર્યું હતું. નરિમાન પોઈંટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મેયર કિશોરી પેડણેકર, મુંબઈના પાલકમંત્રી અસલમ શેખ, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે, સંસદસભ્ય અરવિંદ સાવંત, મુખ્ય સચિવ સંજય કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ વિકાસ ખારગે, બેસ્ટના મહાવ્યવસ્થાપક ડો. સુરેન્દ્રકુમાર બાગડે વગેરે ઉપસ્થિત હતા.
કેન્દ્રિય ભારે ઉદ્યોગ મંત્રાલયના ફેમ-2 ઉપક્રમ અંતર્ગત (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ હાઈબ્રીડ એન્ડ ઈલેકટ્રિક વેહિકલ્સઃ ઈલેક્ટ્રિક બસ યોજના અમલમાં મૂકાઈ છે. આ યોજના અંતર્ગત ફેમ તરફથી 340 બસ મંજૂર થઈ છે. એમાંથી શુક્રવારે 26 બસ બેસ્ટના કાફલામાં દાખલ થઈ હતી.આ ઈલેક્ટ્રિક બસો મુંબઈગરાઓની સેવામાં શરૂ થઈ એ ખુશીની વાત છે. મુંબઈમાં હાલની ઘડીએ 46 બસ ચાલુ છે અને કુલ 340 બસ ઉપલબ્ધ થશે. આગામી સમયમાં બાકીની બસોમાંથી વધુમાં વધુ સંખ્યામાં બસ ઉપલબ્ધ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવશે. વાતાવરણમાં ફેરફાર માટે આવી ઈલેક્ટ્રિક બસ જેવા ઉપક્રમ અમલમાં મૂકવામાં આવશે. મુંબઈગરાઓનો પ્રવાસ કેવી રીતે રાહતભર્યો થાય એના પર ધ્યાન આપવામાં આવશે એમ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.
દિવ્યાંગ પ્રવાસી માટે લિફ્ટ
દિવ્યાંગ પ્રવાસીઓને બસમાં ચઢવા કે ઉતરવામાં તકલીફ ન થાય એ માટે આ બસોમાં ઈલેક્ટ્રિક લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ સુવિધ દિવ્યાંગ પ્રવાસીઓ માટે ખૂબ સગવડવાળી રહેશે.
સીઅેમનો બેસ્ટ પ્રવાસ
લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ બસનું નિરીક્ષણ કર્યું હતું. એ પછી જનતા માટે સગવડવાળી હશે એની ખાતરી કરવા માટે પોતે ઈલેક્ટ્રિક બસમાં પ્રવાસ કર્યો હતો. આ સમયે તેમની સાથે મેયર કિશોરી પેડણેકર અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે સાથે હતા.
સુરક્ષા માટે સીસીટીવી
આ બસોમાં સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એ માટે અદ્યતન સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. આ કેમેરા દ્વારા બસમાં ઘડનારી અનિચ્છિત ઘટનાઓ પર દેખરેખ રાખી શકાશે. ખાસ કરીને મહિલા પ્રવાસીઓની સુરક્ષાની દષ્ટિએ આ સીસી ટીવી કેમેરા મહત્ત્વના રહેશે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.