ભાસ્કર વિશેષ:મુંબઈ દર્શન માટે બેસ્ટની હોપ ON- હોપ OFF સેવા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએસએમટી અને જુહુ ચોપાટીથી એકસાથે સાગમટે બસ નીકળશે

પર્યટકોને મુંબઈ દર્શન કરાવવા માટે બેસ્ટ પ્રશાસન હવે હોપ ઓન- હોપ ઓફફ- “HO- HO’’ મુંબઈ પર્યટન બસ સેવા (એરકંડિશન્ડ) લાવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને જુહુ ચોપાટીથી એકસાથે સાગમટે આ બસ નીકળશે. દરેક 30 મિનિટના પ્રસ્થાન પછી બસ ઉપલબ્ધ કરાશે.

પર્યટકો નિર્ધારિત પર્યટન સ્થળે એક બસમાંથી ઊતરીને ત્યાં હરીફરી શકે છે, જે પછી બીજી ફેરીની બસમાંથી આગામી પર્યટન સ્થળે જઈ શકશે. આ બસ સેવા ઉપરાંત પર્યટકો અન્ય બસમાંથી જોવાલાયક સ્થળો ખાતે જઈ શકશે, જેથી જ તેને હોપ ઓન- હોપ ઓફફ નામ અપાયું છે, એમ બેસ્ટ પ્રશાસને જણાવ્યું હતું.

ચઢ-ઊતર કરવાનાં ઠેકાણાં
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ- જિજામાતા ઉદ્યાન (રાણીબાગ- ભાઉદાજી લાડ વસ્તુ સંગ્રહાલય), જુહુ ગાર્ડન- જુહુ ચોપાટી, બાંદરા બેન્ડ સ્ટેન્ડ, શ્રી સિદ્ધિવિનાયક મંદિર, નેહરુ પ્લેનેટોરિયમ, ગિરગાવ ચોપાટી, તારાપોરવાલા મત્સ્યાલય, છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (મ્યુઝિયમ).

આ સ્થળના બસમાંથી દર્શન
મહાપાલિકા મુખ્યાલય, ગ્લોરિયા ચર્ચ (ભાયખલા), બાંદરા રેક્લેમેશન, લીલાવતી હોસ્પિટલ, ફિલ્મ કલાકારોના બંગલો, લિન્કિંગ રોડ, જુહુ રોડ, રાજીવ ગાંધી સી-લિંક, નેહરુ પ્લેનેટોરિયમ, હાજી અલી, પેડર રોડ, બાબુલનાથ મંદિર, વાનખેડે સ્ટેડિયમ, નરીમાન પોઈન્ટ, મંત્રાલય.

પર્યટન સેવાનો સમય
સવારે 9, 9.30, 10, 10.30, 11, 11.30, બપોરે 12.00, 12.30, 1.00, 1.30 એમ દરેક અડધો કલાકે રાત્રે 8.00 વાગ્યા સુધી (જુહુ સુધી) આ સેવા અપાશે. આ જ રીતે જુહુ ચોપાટીથી સીએસએમટી સુધી સવારે 9, 9.30, 10, 10.30 એમ રાત્રે 8.00 વાગ્યા સુધી આ સેવાનો લાભ લઈ શકાશે.

ક્યારથી ક્યાર સુધી સેવા મળશે
આ સેવાનો લાભ સવારે 9થી રાત્રે 8 સુધી લઈ શકશે. દરેક 30 મિનિટે પ્રત્યક્ષ મળવાના પર્યટન સ્થળે બસ ઉપલબ્ધ થશે. નિર્ધારિત અનુસાર પ્રતિ ફેરી રૂ. 250 પર્યટન શુલ્ક (કર સહિત) આકારવામાં આવશે, એમ બેસ્ટ પ્રશાસને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...