જાહેરાત:ભાઈબીજથી બેસ્ટની 100 લેડીઝ સ્પેશિયલ બસસેવા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલા પ્રવાસીઓનો બસ પ્રવાસ સુખદ અને ઝંઝટહીન બને અને નોકરી કરતી મહિલાઓને નોકરીઓ જતી વખતે બસ પ્રવાસમાં અગ્રતા આપવામાં આવે તે હેતુથી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ 100 લેડીઝ ફર્સ્ટ- લેડીઝ સ્પેશિયલ બસ સેવા શરૂ કરવા માટે બેસ્ટ ઉપક્રમને નિર્દેશ આપ્યા છે. ભાઈબીજ નિમિત્તે મહિલા બસ પ્રવાસીઓને ઠાકરેએ આ અનોખી ભેટ આપી છે.

બસ પ્રવાસીઓ માટે ઉપયોગી વિવિધ યોજનાનો અમલ કરનાર બેસ્ટ ઉપક્રમે શનિવાર, 6 નવેમ્બરથી 27 બસ ડેપોમાંથી મહિલા બસ પ્રવાસીઓ માટે લેડીઝ ફર્સ્ટ- લેડીઝ સ્પેશિયલ વિશેષ બસ સેવાનો શુભારંભ કરવાનું આયોજન કર્યું છે.આ વિશેષ બસ સેવામા 90 ટકાથી વધુ બસ એસી છે. મુંબઈ શહેર અને ઉપનગરમાંથી સામાન્ય રીતે 100 બસ માર્ગ પર આ બસ સેવા ચલાવવામાં આવશે. નોકરી નિમિત્તે રોજ પ્રવાસ કરતી મહિલા પ્રવાસીઓને સુખકારક પ્રવાસ કરવા મળે, તેમને ધક્કામુક્કી અને ગિરદીનો સામનો નહીં કરવો પડે તે માટે રેલવે સ્ટેશન અને અન્ય ઠેકાણાથી બેસ ઉપક્રમે શરૂ કરેલી આ બસ સેવા મહિલા પ્રવાસીઓ માટે અનોખી ભાઈબીજની ભેટ છે. આ બસ સેવાને કારણે મહિલા પ્રવાસીઓમાં ખુશીનું વાતાવરણ છે.

અન્ય સમાચારો પણ છે...