ભાસ્કર વિશેષ:મઝગાવથી બેલાપુર ફક્ત 45 મિનિટમાં પહોંચાશે, આ જળમાર્ગ પર ટેસ્ટ સફળ થયા પછી હવે પાયલોટ ટેસ્ટ શરૂ કરવામાં આવશે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ મુંબઈમાં મઝગાવથી નવી મુંબઈના બેલાપુર વચ્ચે ટૂંક સમયમાં જળમાર્ગ શરૂ થશે. આ માર્ગની ટેસ્ટ સફળ થઈ છે. હવે પ્રાથમિક ધોરણની એટલે કે પાયલટ ટેસ્ટ શરૂ થશે. આ જળમાર્ગના લીધે મુંબઈથી નવી મુંબઈ વચ્ચેનો પ્રવાસનો સમય અડધો થઈ જશે. કેન્દ્રિય જળમાર્ગ અને જહાજ બાંધકામ મંત્રાલયે છ મહિના પહેલાં મુંબઈને નવી મુંબઈ અને કોકણ સાથે જળમાર્ગે જોડવા માટે છ નવા માર્ગને પરવાનગી આપી હતી. મુંબઈથી પોર્ટ ટ્રસ્ટ અંતર્ગત આ સેવા શરૂ થાય છે. મહારાષ્ટ્ર મેરિટાઈમ મંડળ એમાં સહયોગ આપે છે. આ અંતર્ગત મઝગાવથી બેલાપુર દરમિયાન પ્રાથમિક ફરી ઓકટોબરના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈ.

આ રૂટ પરની ટેસ્ટ સફળ થઈ છે. તેથી હવે ટૂંક સમયમાં પાયલટ ટેસ્ટ શરૂ થશે. આ કેટેમરીન શ્રેણીની સેવા હશે. એમાં એક સાથે 65 થી 70 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. મઝગાવમાં ડોમેસ્ટિક ક્રુઝ ટર્મિનલ પરથી આ સેવા શરૂ થશે. બેલાપુર ખાતે જેટ્ટીનું કામ પણ પૂરું થયું છે. આમ તો મઝગાવ અથવા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ રસ્તામાર્ગો પહોંચવા માટે ઓછામાં ઓછા બે કલાક અને ટ્રેનથી દોઢ કલાક લાગે છે.

જળમાર્ગે પ્રવાસ કરવાથી ફક્ત 45 મિનિટ લાગશે. પ્રાથમિક સ્તરની ટેસ્ટ પૂરી થયા પછી આ સેવા માટે સ્વતંત્ર કંપની નિમવામાં આવશે. ઉપરાંત ઝડપથી પ્રવાસ કરતા લોન્ચર પણ હશે. એનું ભાડું વધુ હશે. એમાં 10 થી 15 પ્રવાસીઓ એક સાથે પ્રવાસ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...