તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખર્ચમાં વધારો:બાંદરા પૂર્વના એક નાળા પાછળ અધધધ રૂ. 100 કરોડનો ખર્ચ

મુંબઈ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહાપાલિકા દ્વારા બે મીટર પહોળાઈ ઓછી કરવા ખર્ચમાં સતત વધારો

મુંબઈમાં સેંકડો નાળાઓ છે પણ રૂ. 100 કરોડનો ખર્ચ કરવામાં આવે એવા નાળાનું માન ભાગ્યે જ કોઈને મળે છે. બાન્દરા પૂર્વ પરિસરના ચમડાવાડી નાળાને આ લોટરી લાગી છે. આ નાળાનું કામ ચાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું અને ખર્ચ ઓછો થવાનું નામ લેતો નથી. મૂળ રૂ. 64.36 કરોડના ખર્ચથી શરૂ થયેલું આ કામ ખર્ચમાં વધારો થતા થતા અત્યારે રૂ. 94.52 કરોડ પર પહોંચ્યો છે. ખાસ વાત એટલે નાળાની પહોળાઈ 12 મીટરના બદલે 10 મીટર કરવામાં આવ્યા છતાં ખર્ચમાં વધારો થવા માટે આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે.

બાન્દરા પૂર્વ ખાતે પ્રોફેસર અનંત કાણેકર રોડ પર ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણી ભરાય છે. એના માટેનું કારણ ચમડાવાડી નાળું છે. તેથી મહાપાલિકાએ 2017માં આ નાળાને પહોળો અને ઊંડો કરવાનો નિર્ણય લીધો હતો શરૂઆતમાં રૂ. 64.36 કરોડ ખર્ચ થયો. ૫૫ ટકા કામ થઈ ગયા પછી નાળાની પૂર્વ બાજુના કાંઠા પર રંગૂન બેકરીથી કાણેકર માર્ગ ભાગમાં અડોઅડ આવેલી બહુમાળી ઝૂપડપટ્ટીઓને કારણે કામ માટે જરૂરી જગ્યા ઓછી પડવા માંડી. ખોદકામ દરમિયાન નાળાની નજીકની ઝૂપડપટ્ટીઓ ધસી પડે એવી શક્યતા કોન્ટ્રેકટરે વ્યક્ત કરી.

તેથી નાળાને પહોળો અને ઊંડો કરવાના કામમાં અડચણ ઊભી થઈ. એના માટે આ નાળાનું કામ પૂરું કરવા મહાપાલિકાએ વીજેટીઆઈ પાસેથી અભિપ્રાય, રૂપરેખા મગાવી. વીજેટીઆઈએ પોતાનો અભિપ્રાય મહાપાલિકાને રજૂ કર્યો. એમાં નાળાનું બાંધકામ, પહોળો કરવા સિંકેંટ પાઈલિંગથી કરવું એવી ભલામણ કરી. એ અનુસાર કામ શરૂ કરવામાં આવ્યું.

આ પદ્ધતિના બાંધકામમાં નાળાની પહોળાઈ 12 મીટરના બદલે 10 મીટર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેથી કોન્ટ્રેકટરમાં રૂ. 3,96,39,000નો વધારો થયોય તેથી આ પ્રકલ્પનો ખર્ચ રૂ. 64,57,94,000 પર પહોંચ્યો. એ પછી ખર્ચમાં રૂ. 13.71 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવવાથી રકમ રૂ. 78.08 કરોડ પર પહોંચી. હવે આ કોન્ટ્રેકટર ખર્ચમાં વધુ ફેરફાર થવાથી રૂ. 16.73 કરોડનો ઉમેરો થયો છે. તેથી હવે કોન્ટ્રેકટનો કુલ ખર્ચ રૂ. 94.52 પર પહોંચ્યો છે.

કામમાં ફેરફારથી ખર્ચમાં વધારો
મહાપાલિકા સભાગૃહમા મંજૂરી માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ કામ માર્ચ 2020 સુધી પૂરું કરવું અપેક્ષિત હતું પણ વધતા કામને લીધે કામનો સમયગાળો વધ્યો છે. સિંકેંટ પાઈલિંગ સહિત કામમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તેથી કામનો ખર્ચ વધ્યાનો દાવો કોન્ટ્રેકટરે કર્યો છે એવી માહિતી પ્રસ્તાવમાં આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો