તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણની દષ્ટિએ પ્રકલ્પ ફાયદાકારક:હાજી અલીમાં કચરામાંથી વીજ તૈયાર કરતા પ્રકલ્પની શરૂઆત

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ 2 મેટ્રિક ટન ભીના કચરા પર પ્રક્રિયા ચાલુ

મહાપાલિકાના ડી વોર્ડમાં હાજી અલી ખાતે કચરામાંથી વીજ નિર્મિતી કરતો મુંબઈનો સૌ પ્રથમ પ્રકલ્પ શરૂ થયો છે. અહીં દરરોજ 2 મેટ્રિક ટન ભીના કચરા પર પ્રક્રિયા થશે. ગોપાળરાવ ખાડ્યે માર્ગ અને ઉદ્યાનની લાઈટ્સ આ 300 યુનિટ વીજળીથી ઝળહળી ઉઠશે. મહાપાલિકાના આ મહત્ત્વકાંક્ષી પ્રકલ્પનું ઉદઘાટન પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના હસ્તે કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં કચરાનો શાસ્ત્રોક્ત રીતે નાશ કરીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાપાલિકા અનેક ઉપક્રમ અમલમાં મૂકે છે. મહાપાલિકાએ 2 ઓકટોબર 2017થી સોસાયટીઓને કચરાનું વ્યવસ્થાપન કરવું ફરજિયાત કર્યું છે. એમાં 20,000 સ્કવેર મીટર કરતા વધુ મોટી હાઉસિંગ સોસાયટીઓ અને 100 કિલો કરતા વધુ કચરો નિર્માણ કરતી ઈમારત-આસ્થાપનાઓને ભીના કચરાનો નાશ કરવાનું ફરજિયાત કર્યું છે. એમાં હવે કચરામાંથી વીજ નિર્મિતી જેવા મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ અમલમાં મૂકાયો છે. દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પણ આવો જ વીજ પ્રકલ્પ પ્રસ્તાવિત છે. ડી વોર્ડમાં હવે 2 મેટ્રિક ટન ભીના કચરામાંથી 300 યુનિટ વીજળીનું નિર્માણ શરૂ કરવામાં આવ્યાનું સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું.

આવો છે પ્રકલ્પ
હાજી અલી ચોક નજીક કેશવરાવ ખાડ્યે માર્ગ નજીક દોઢ હજાર સ્કવેર ફૂટની જગ્યા પર આ પ્રકલ્પ ઊભો કરવામાં આવ્યો છે. ડી વોર્ડમાં નિર્માણ થતા 200 મેટ્રિક ટન ભીના અને સૂકા કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે. એના માટે 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સીએસઆરના માધ્યમથી આ પ્રકલ્પ અમલમાં મૂકાયો છે. એના માટે બાયોમિથેનાઈઝેશન ટેકનોલોજી વાપરવામાં આવી છે.

મહાપાલિકાના વીજ નિર્મિતી પ્રકલ્પમાં નિર્માણ થતી વીજમાંથી 180 યુનિટ વીજ નજીકના રોડ પરની લાઈટ્સ માટે વાપરવામાં આવશે. પ્રકલ્પ માટે બાકીના વીજનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકલ્પના કારણે 2 મેટ્રિક ટન કચરો લઈ જવાનો ખર્ચ બચશે અને પર્યાવરણની દષ્ટિએ પ્રકલ્પ ફાયદાકારક સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...