• Gujarati News
  • Local
  • Mumbai
  • Barbala At Dombivali Bar 56 Arrested, Including Customers, Bar Throbbing At Midnight Despite Ban

કાર્યવાહી:ડોંબિવલી બારમાં બારબાળા- ગ્રાહકો સહિત 56ની ધરપકડ, પ્રતિબંધ છતાં મધરાત્રે બાર ધમધમતો હતો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ડોંબિવલી ખાતે માનપાડા વિસ્તારના એક બારમાં કોરોના પ્રતિબંધાત્મક નિયમોની ઐસીતૈસી કરીને અને અશ્લીલતા આચરવા માટે બારબાળાઓ અને ગ્રાહકો સહિત પોલીસે 56 જણની ધરપકડ કરી હતી. પ્રતિબંધ છતાં મધરાત્રે બાર ધમધમતો હતો અને અશ્લીલ ગીતો પર નાચગાન ચાલતું હતું.ડોંબિવલી શહેરના માનપાડા વિસ્તારમાં પ્રતિબંધ છતાં રવિવારે રાત્રે બાર ચાલી રહ્યો છે અને ત્યાં બારબાળાઓ અને ગ્રાહકો અશ્લીલ ચેનચાળાં કરી રહ્યાં છે અને સ્ટાફ સહિતના બધા કોરોનાના નિયમોનું સરિયામ ઉલ્લંઘન કરી રહ્યા છે એવી માહિતીને આધારે કલ્યાણ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3 દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા.

તે સમયે અમુક બારબાળા અને ગ્રાહકો અશ્લીલતા આચરતી મળી આવી હતી, એમ સિનિયર પીઆઈ વિલાસ પાટીલે જણાવ્યું હતું. નોંધનીય છે કે રાજ્યમાં બાર અને હોટેલોને રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખવાની પરવાનગી છે. આમ છતાં માનપાડાનો આ બાર રવિવારે મધરાત્રે પણ ધમધમતો હતો.આ દરોડામાં 21 બારબાળા, 30 ગ્રાહકો અને અન્ય બારના સ્ટાફ સહિત 56 જણની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત રૂ. 63,410ની રોકડ અને મ્યુઝિક સિસ્ટમ સંકુલમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસે ભારતીય ફોજદારી સંહિતાની વિવિધ કલમોમાં અશ્લીલ કૃત્ય અને ગીતો માટે કલમ 294, સરકારી આદેશનું ઉલ્લંઘન માટે કલમ 188, કોરોના રોગ ફેલાઈને જીવનનો ખતરો ઊભું થરનું બેદરકારીનું કૃત્ય માટે કલમ 270 અને એકસમાન હેતુથી ગુના માટે કલમ 34 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ સામે રોગચાળો અને આપત્તિ વ્યવસ્થાપનની ધારાની વિવિધ જોગવાઈઓ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...