• Gujarati News
  • Local
  • Mumbai
  • Ban Rallies On Incitement To Sectarian Tensions: Patole, Demand After MNS President Raj Thackeray's Rally

માંગણી:સાંપ્રદાયિક તણાવ ભડકાવનારની રેલીઓ પર રોક લગાવો: પટોલે, મનસે પ્રમુખ રાજ ઠાકરેની રેલી બાદ માગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાના પટોલે - Divya Bhaskar
નાના પટોલે

કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોલેએ સોમવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહેલા નેતાઓની રેલીઓ પર રોક લગાવવી જોઈએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ 1 મેના રોજ રેલીની જાહેરાત કર્યાના એક દિવસ બાદ તેમણે આ માગણી કરી હતી.

2 એપ્રિલે ગુડી પડવા નિમિત્તે એક રેલી દરમિયાન ઠાકરેએ 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી હતી. ઠાકરેએ કહ્યું હતું કે જો આવું નહીં થાય તો હનુમાન ચાલીસા ઊંચા અવાજમાં વગાડવામાં આવશે. પટોલેએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ પ્રકારનું નિવેદન સાંપ્રદાયિક તણાવ પેદા કરીને લોકોને અસર કરતી મોંઘવારી જેવા મુદ્દાઓને બાયપાસ કરે છે.

બંધારણે દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે સાંપ્રદાયિક તણાવ પેદા કરનારા નેતાઓની રેલીઓને મંજૂરી આપવી જોઈએ નહીં.તેમણે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકાર વધતી જતી મોંઘવારી, બેરોજગારી, કૃષિ કટોકટી અને ઔદ્યોગિક ક્ષેત્રની સમસ્યાઓનો સામનો કરવામાં અસમર્થ છે, તેથી સાંપ્રદાયિક મુદ્દાઓ દ્વારા લોકોનું ધ્યાન હટાવી રહી છે.

પટોલેએ કહ્યું, હું હિંદુ છું અને રોજ હનુમાન ચાલીસા વાંચું છું, પણ મારે મારા ધર્મ વિશે દેખાડો કરવાની જરૂર નથી. પ્રાર્થના કરવા માટે અમને કોઈની પરવાનગીની જરૂર નથી. જે લોકો અન્ય ધર્મોની ટીકા કરે છે તેઓ ખરેખર બંધારણમાં માનતા નથી.તેમણે કહ્યું કે લોકો બીજેપીના કાવતરાને સમજવા લાગ્યા છે, જે ઘણા રાજ્યોમાં 12 એપ્રિલે યોજાયેલી પેટાચૂંટણીમાં એક પણ સીટ જીતી શકી નથી.

રાજ ઠાકરે અંગે પટોલેએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા દેવેન્દ્ર ફડણવીસે અગાઉ એમએનએસના વડાને કઠપૂતળી કહ્યા હતા અને ઠાકરે કોની કઠપૂતળી છે તે ફડણવીસ જ કહી શકે છે. પટોલેએ દાવો કર્યો હતો કે રામ નવમી અને હનુમાન જયંતિ દરમિયાન મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હીમાં રમખાણો થયા હતા અને દરેકને ખબર હતી કે આ વિક્ષેપ પાછળ કયા જૂથો હતા. પરંતુ મહારાષ્ટ્રમાં આમ કરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...