તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ત્રાસવાદીના આરોપનો સામનો કરતા યુવકની જામીન અરજી

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આરિફ માજીદ પર આઈસિસનો શંકાસ્પદ ત્રાસવાદી હોવાનો આરોપ છે

આઈસિસ સંગઠનના શંકાસ્પદ ત્રાસવાદી તરીકે ધરપકડ કરવામાં આવેલા આરિફ માજિદે જામીન મળે એ માટે મુંબઈ હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર થયેલી સુનાવણીમાં કોર્ટે ચુકાદો 23 ફેબ્રુઆરીના આપવાનું નક્કી કર્યું છે. આરિફ માજીદ પ્રકરણ ખૂબ ગાજ્યું હતું. કલ્યાણમાં રહેતા કેટલાક યુવકો આઈસિસ ત્રાસવાદી સંગઠનમાં ભરતી થવા માટે ગયા હતા. એમાં આરિફ માજીદ પણ હતો. જો કે થોડા મહિનામાં એ ભારત પાછો ફર્યો હતો. ભારતમાં પાછા આવતા જ એનઆઈએએ એની ધરપકડ કરી હતી અને એના પર યુએપીએ કાયદા અંતર્ગત કાર્યવાહી શરૂ કરી હતી.

એ પછી આરિફે મુંબઈ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. મુંબઈ સેશન્સ કોર્ટે એની જામીન અરજી માન્ય કરતા કેટલીક શરતો પર જામીન આપ્યા. જો કે સેશન્સ કોર્ટના ચુકાદા વિરુદ્ધ એનઆઈએએ મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગી અને આ ચુકાદા પર સ્ટે મેળવ્યો. એના વિરુદ્ધ આરિફ માજીદ હવે હાઈ કોર્ટમાં ગયો છે. પોતાને સેશન્સ કોર્ટે આપેલા જામીન મૂકેલો સ્ટે ઉઠાવવો અને પોતાને જામીન આપવા એવી તેની માગણી છે.

આરિફ પોતે જ દલીલો કરે છે
આરિફ માજીદ પોતે જ દલીલ કરે છે. સુનાવણીમાં પણ એણે જ દલીલ કરી હતી. પોતે નિર્દોષ છે એમ કોર્ટને જણાવવાનો પ્રયત્ન એણે કર્યો હતો. પોતે શિક્ષણ માટે ત્યાં ગયો હતો અને એ પછી વકીલ મારફત પાછો આવ્યો હતો. આ બાબતના તમામ દસ્તાવેજો ઉપલબ્ધ છે. પોતે આઈસિસમાં જોડાવા માટે ત્રાસવાદી સંગઠને આપેલો પત્ર એનઆઈએએ રજૂ કર્યો છે. પણ એ પત્ર મારી ધરપકડના એક મહિના પછીનો છે. એ કેવી રીતે શક્ય છે એવો પ્રશ્ન એણે ઉપસ્થિત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો