તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:બાળકીને ગૂડ ટચ અને બેડ ટચ ખબર પડે છે: વિશેષ પોક્સો કોર્ટ

મુંબઈ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાંચ વર્ષની બાળકીના વિનયભંગના કેસમાં આરોપીના જામીન નકાર્યા

પીડિતા પાંચ વર્ષની બાળકી છે છતાં તેને ગૂડ ટચ અથવા બેડ ટચની જાણ નથી એવું કહી નહીં શકાય એવી મહત્ત્વપૂર્ણ નોંધ કરીને વિશેષ પોક્સો કોર્ટે વિનયભંગના કેસમાં આરોપીને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. 6 ફેબ્રુઆરીના રોજ આ આદેશ આપવામાં આવ્યો હતો, જેની નકલ મંગળવારે ઉપલબ્ધ થઈ હોવાનું પીટીઆઈએ જણાવ્યું હતું.વિશેષ જજ ભારતી કાળેએ આરોપીની જામીન અરજી નકારીને જણાવ્યું કે પીડિતાએ રીતસર એવું જણાવ્યું છે કે આરોપીએ તેને સ્પર્શ કર્યો હતો અને તેને તે બેડ ટચ મહેસૂસ થયો હતો. પીડિતા બહુ નાની છોકરી હોવાથી તેને ગૂડ ટચ કે બેડ ટચની જાણ નથી એવું કહી નહીં શકાય, એવી નોંધ કોર્ટે કરી હતી.

આરોપી પુરુષ પીડિતાનો પાડોશી છે. બાળકી તેના ઘરે રમવા જતી હતી ત્યારે આરોપી તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો એવો આરોપ છે. આરોપી સામે વિનયભંગ અને પોક્સો ધારાની સુસંગત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપીના વકીલે આરોપો નકારીને એવી દલીલ કરી હતી કે પીડિતા નાની છોકરી છે. તે મારા અસીલના ઘરે રમવા આવતી હતી. આથી મારા અસીલે તેને કરેલા સ્પર્શને બેડ ટચ કહી નહીં શકાય.

આ સામે ફરિયાદ પક્ષે જણાવ્યું કે પીડિતા સ્પર્શના પ્રકારથી વાકેફ છે અને તેણે નિવેદનમાં ચોક્કસ રીતે તે વિશે જણાવ્યું છે.ફરિયાદ પક્ષની દલીલોમાં વજૂદ જણાતાં કોર્ટે આરોપીની જામીન અરજી નકારી કાઢી હતી. આ સાથે જજે એવી નોંધ કરી હતી કે મને લાગે છે કે આરોપના પ્રકાર ગંભીર છે અને આરોપીએ જાતીય હુમલો કર્યો છે. આ સંજોગોમાં આરોપી જામીન માટે હકદાર નહીં બની શકે, એવી પણ જજે નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો