ધરપકડ:કાંદિવલીની ગુજરાતી મહિલાને બાબાએ દેહવ્યાપારમાં ધકેલી હતી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બડેબાબા ઉર્ફે પ્રણવ શુકલ, છોટેબાબા ઉર્ફે ગોસાઇ ગૌતમગિરિ - Divya Bhaskar
બડેબાબા ઉર્ફે પ્રણવ શુકલ, છોટેબાબા ઉર્ફે ગોસાઇ ગૌતમગિરિ
  • એક દાયકા સુધી અનેક મોટી હસ્તીઓએ પીડિતાનું જાતીય શોષણ કર્યું

કાંદિવલીની ૩૭ વર્ષીય ગુજરાતી મહિલા, જેણે પોતાના પરેશાન પારિવારિક જીવનનો ઉકેલ લાવવા માટે એક સ્વયંસ્વરૂપ ગોડમેનનો સંપર્ક કર્યો હતો, એ બાદ તેની મુશ્કેલી ઓછી થવાને બદલે દેહવ્યાપારના ખપ્પરમાં ધકેલાઈ ગઈ હતી. બાબાઓની ચુંગાલમાં એવી રીતે એક દાયકા સુધી ફસાઈ કે અનેક મોટી હસ્તીઓ દ્વારા પણ તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ પછી પીડિતાએ તાજેતરમાં કાંદિવલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી બે બાબા અને તેના એક ભકત સહિત ત્રણ જણની ધરપકડ પોલીસે કરી છે.

વોન્ટેડ એજન્ટ ચિત્રાંશ ખીંચી ઉર્ફે મેઘ
વોન્ટેડ એજન્ટ ચિત્રાંશ ખીંચી ઉર્ફે મેઘ

આરોપીઓમાં બડેબાબા ઉર્ફે 48 વર્ષના પ્રણવ શુકલ અને તેનો 45 વર્ષનો ભક્ત હેમંત જોષી હાલમાં જેલ કસ્ટડીમાં છે, જયારે ગુરુવારે ચોટીલા જઇને 26 વર્ષના છોટેબાબા ઉર્ફે ગોસાઇ ગૌતમગિરિ ઘનશ્યામગિરિની ધરપકડ કરાઈ છે, જયારે ચિત્રાંશ ખીંચી ઉર્ફે મેઘ ફરાર છે. આરોપીઓની પોલીસ કસ્ટડી દરમિયાન કેટલીક ચોંકાવનારી અને ધર્મને નામે ધતિંગ કરતા આ બાબાઓ પર ફિટકારની લાગણી ઊભી થાય તેવી માહિતી બહાર આવી છે. હવસખોર આ ટોળકીની ચુંગાલમાંથી બચવા માટે પીડિતાને શુક્લાએ કહ્યું કે જો તે 4-5 યુવતીઓ મેળવી આપે તો તે તેને છોડી દેશે.

આથી પીડિતાને લાગ્યું કે હવે હદ થઇ છે અને આ લોકો ક્યારેય ચુંગાલમાંથી બહાર નીકળવા નહીં દે એ પછી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પીડિતાએ તેનાં લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લીધા હતા એ પછી તેણે 2002માં બીજા પુરુષ સાથે લગ્ન કર્યાં અને તેના બાળકો સાથે રહેવાનું શરૂ કર્યું, પરંતુ બંને વચ્ચે ઘણા ઝઘડા થયા. એક મિત્રના સૂચન પર, પીડિતાએ 2011માં કાંદિવલીમાં મહારાજ સ્વામી પ્રણવાનંદ શુકલને મળી હતી અને એ બાદ તેની મુશ્કેલીઓ દૂર થવાના બદલે જિંદગી લાચારીમાં ફેરવાઇ ગઈ હતી.

આરોપી બાબાઓ દ્વારા દેશભરનાં અનેક સ્થળો પર તેને દેહવ્યવસાય કરાવવા જબરદસ્તીથી મોકલવામાં આવતી હતી. પીડિતા નોન- ગ્રેજયુએટ અને ધાર્મિક પ્રવૃત્તિની હોવાથી જાળમાં ફસાઇ ગઇ હતી. બડેબાબા ઉર્ફે પ્રણવાનંદ શુકલ મહારાજ અને તેનો એજન્ટ દ્વારા દેહવ્યાપારની કમાયેલી રકમમાંથી પણ મોટા ભાગનો હિસ્સો લઇ લેવામાં આવ્યો હતો અને આ રકમ બિનસત્તાવાર રીતે કરોડોમાં છે, કારણ કે મોટે ભાગે પીડિતાને પેમેન્ટ રોકડ સ્વરૂપમાં મળતું હતું. બેન્કમાં કેટલીક લેણદેણની રકમની આરોપીના ખાતામાં એન્ટ્રી પણ મળી આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

બડેબાબાનો એજન્ટ હજુ પણ ફરાર : બાદમાં પીડિતાને અજમેરમાં એક ચિત્રાંશ ખીંચી ઉર્ફે મેઘ સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો, જે તેને દિલ્હી, હરિયાણા, ગુરુગ્રામ અને હૈદરાબાદની હસ્તીઓને દેહવ્યવસાય માટે મોકલતો રહ્યો હતો. પીડિતાએ તેમની પાસેથી નાણાં ભેગાં કરવા અને શુક્લને સોંપવાનું કહેવામાં આવ્યું. તેની પર દયા કરવા, હૈદરાબાદના એક વેપારીએ દેખીતી રીતે તેને રૂ. 35 લાખ આપ્યા જે શુક્લએ પછીથી લઈ લીધા હતા, એવો આરોપ કરવામાં આવ્યો છે.

પીડિતાએ ઓગસ્ટમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષો સુધી દુર્વ્યવહાર સહન કરવા છતાં તેની સમસ્યાઓ ઉકેલાઈ નથી. પોલીસે શુક્લ, જોશી, ખીંચી અને ગોસાઈ સામે આઇપીસીની અનેક કલમો અને મહારાષ્ટ્ર અંધવિશ્વાસ નિવારણ અને અન્ય અમાનવીય, દુષ્ટ અને અઘોરી પ્રથાઓ અને કાળા જાદુ અધિનિયમ, 2013 હેઠળ ગુનો નોંધ્યો હતો.

મહિલાએ પોલીસને કહ્યું હતું કે, “આટલાં વર્ષોમાં, શુક્લએ મારો ઉપયોગ કરીને ઓછામાં ઓછા રૂ. 1.5 કરોડ બનાવ્યા હશે.કાંદિવલી પોલીસ સ્ટેશનના કેસના તપાસ અધિકારી ઠાકરેએ જણાવ્યું હતું કે, જયારે ચોથો આરોપી ચિત્રાંશ ઝડપાઇ જશે એ બાદ પીડિતાને કેટલાં શહેરોમાં અને કોની પાસે લઇ જવાઇ હતી તેની માહિતી મળી શકશે.

અઘોરી આત્મામાંથી છુટકારો અપાવીશ
ફરિયાદ અનુસાર “શુક્લએ પીડિતાને કહ્યું કે મારી પાસે દૈવી શક્તિ છે અને ‘અઘોરી આત્મા’ માંથી છુટકારો મેળવવા માટે મારે તેની સાથે ઘનિષ્ઠતાની જરૂર છે. તે બહાનાં હેઠળ તેણે કથિત રીતે મુંબઈ- અમદાવાદ હાઈવે પર પાલઘરની એક હોટેલમાં તેની પર દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ શુક્લએ તેની ઓફિસ સહિત અનેક સ્થળોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. 2015માં તેણે પીડિતાને હેમંત જોશી સાથે પરિચય કરાવ્યો, જેણે પણ કથિત રીતે તેની સાથે દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું.

અન્ય સમાચારો પણ છે...