પુનર્વિકાસ:CSMTના પુનર્વિકાસ માટે મંજૂરીની રાહ જોવાઈ રહી છે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરાતન સ્થાપત્ય સમિતિ તરફથી હજી સુધી ગ્રીન સિગ્નલ મળ્યું નથી

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસનો પુનર્વિકાસ કરીને કાયાપલટ કરવાનો નિર્ણય મધ્ય રેલવેએ લીધો છે. સીએસએમટી ઈમારત અને પરિસરનો પુનર્વિકાસ ખાનગી ડેવલપર મારફત કરવામાં આવશે. સીએસએમટીના પુનર્વિકાસનો પ્રસ્તાવ એક મહિના પહેલાં મુંબઈ મહાપાલિકાની પુરાતન સ્થાપત્ય સમિતિને રજૂ કરવામાં આવ્યો છે. હજી એને મંજૂરી મળી નથી. સીએસએમટીના પુનર્વિકાસ માટે લગભગ 1 હજાર 350 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે.

ઐતિહાસિક દરજ્જાવાળા સીએસએમટી સ્ટેશનમાં ઉપનગરીય ટ્રેન માટે 7 પ્લેટફોર્મ છે. ત્યાંથી કસારા, કર્જત, ખપોલી મુખ્ય માર્ગ સાથે જ હાર્બર લાઈનમાં પનવેલ લોકલ પણ છૂટે છે. ઉપરાંત મેલ-એક્સપ્રેસ ટ્રેન માટે પણ જુદા પ્લેટફોર્મ છે. આ સ્ટેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની અવરજવર ચાલુ હોય છે. ઉપરાંત આ રેલવે સ્ટેશનની વિદેશી પર્યટકો મુલાકાત લે છે. સીએસએમટીનો પુનર્વિકાસ કરતા ઐતિહાસિક વારસો જાળવવામાં આવશે.

પહેલાંની કંપનીને જ પુનર્વિકાસની તક
આ પ્રકલ્પને ઝડપી બનાવવા મુંબઈ મહાપાલિકાની પુરાતન વારસો સ્થાપત્ય સમિતિની મંજૂરી મળવી જરૂરી છે. આ બાબતનો પ્રસ્તાવ એક મહિના પહેલાં મહાપાલિકાને મોકલવામાં આવ્યો હતો. કામ કેવી રીતે થશે. ઐતિહાસિક સ્થાપત્યોને નુકસાન ન થાય એ બાબતની માહિતી સાથે બીજો કયાસ કાઢવામાં આવશે એમ જણાવ્યું હતું. ઉપરાંત ટેંડર કાઢવામાં આવશે અને પહેલાં પસંદ કરેલ કંપનીઓને જ પુનર્વિકાસ અને રોકાણ માટે તક આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...