નિર્ણય:ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબર પાંચ દિવસ માટે બંધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબર તોડી પાડવાની ચીમકીને લઈ સુરક્ષા વધારાઈ

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે (એએસઆઇ) ઔરંગાબાદ સ્થિત મોગસ સમ્રાટ ઔરંગઝેબની કબરને પાંચ દિવસ માટે બંધ કરી દીધી છે. સ્થાનિક મસ્જિદ કમિટીએ તાળાં મારવાનો પ્રયાસ કર્યા બાદ એએસઆઇએ આ પગલું ભર્યું છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રવક્તા ગજાનન કાળેએ મંગળવારે કહ્યું હતું કે, ઔરંગઝેબની કબરની કોઈ જરૂર નથી અને તેને તોડી પાડવી જોઈએ, જેથી લોકો ત્યાં ન જાય. આ પછી ઔરંગાબાદના ખુલતાબાદ વિસ્તારમાં મસ્જિદ સમિતિએ કબરને તાળું મારવાનો પ્રયાસ કર્યો. મકબરો ખુલતાબાદ વિસ્તારમાં છે, આ સમગ્ર ઘટના બાદ એએસઆઇએ સમાધિની સુરક્ષા વધારી દીધી છે.

એએસઆઇના ઔરંગાબાદ વિસ્તારના સુપરિન્ટેન્ડેન્ટ મિલન કુમાર ચોવલેએ કહ્યું કે, અગાઉ મસ્જિદ સમિતિએ કબરને તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તાળું ખોલી નાખ્યું હતું. જોકે બુધવારે અમે તેને આગામી પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીશું અને પછી નક્કી કરીશું કે તેને ખોલવું કે બીજા પાંચ દિવસ માટે બંધ રાખવું, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (એઆઇએમઈએમ)ના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ આ મહિનાની શરૂઆતમાં ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી હતી.

આ પગલાની મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના તેમ જ રાજ ઠાકરેની આગેવાની હેઠળની મનસે દ્વારા ટીકા કરવામાં આવી હતી. ઓવૈસીની સમાધિની મુલાકાત લીધા પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે શંકા વ્યક્ત કરી હતી કે શું તેઓ આમ કરીને મહારાષ્ટ્રના શાંતિપૂર્ણ વહીવટને ખલેલ પહોંચાડવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...