નિવેદન:માલેગાંવ વિસ્ફોટ ભગવા આતંકવાદમાંથી થયાનું બતાવવાનો પ્રયાસ કરાયો હતોઃ જૈન

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્ફોટ પછી તેમાં રાજકીય હસ્તક્ષેપ કરાયો હતો

માલેગાવમાં 2006 અને 2008માં વિસ્ફોટ થયા હતા. તેમાંથી પ્રથમ વિસ્ફોટમાં પાકિસ્તાની આતંકવાદીઓ અને અમુક સ્થાનિક લોકોનો સહભાગ હતો. જોકે પછીના વિસ્ફોટ બાદ તેમાં રાજકીય હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતે તત્કાલીન ગૃહમંત્રી સામે આંગળી ચીંધતાં આ પ્રકરણમાં ભગવા આતંકવાદનું લેબલ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એવો ખળભળાટજનક આરોપ નિવૃત્ત પોલીસ અધિકારી પી કે જૈને કર્યો છે.જૈને પોલીસ સેવામાંથી મુદત પૂર્વે જ નિવૃત્તિ લીધી હતી. તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

તેઓ ભાજપમાં પ્રવેશ કરવાના છે એવી ચર્ચા હતા. અંતે તેમણે એનડીએના ઘટક કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેની રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો. એક ટેલિવિઝન ટેનલ પર ભગવા આતંકવાદ વિષય પર ચર્ચામાં જૈને આ ખળભળાટજનક આરોપ કર્યો હતો. તેમાં યુપીએ સરકારે એક રાજકીય પક્ષ અને તેની વિચારસરણીને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો એમ પણ તેમણે જણાવ્યું હતું.માલેગાવ વિસ્ફોટ થયા ત્યારે હું નાશિક ઝોનમાં સ્પેશિયલ આઈજી હતો. વિસ્ફોટ પછી ઘટનાસ્થ ળે પહોંચેલા અધિકારીઓમાં હું પહેલો હતો.

આથી મને 2006ના વિસ્ફોટની બહુ સારી રીતે જાણકારી છે.આ વિસ્ફોટની બહુ જ ઊંડાણથી તપાસ કરવામાં આવી હતી. વારંવાર વિશ્વસનીયતા તપાસ કરવામાં આવી હતી. આ પછી તે આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જોકે તે પછી 2008માં વિસ્ફોટ થયા પછી 2006ના વિસ્ફોટની ઘટનાની સંપૂર્ણ પાર્શ્વભૂ બદલવામાં આવી હતી. જે સ્થાનિક લોકો અને પાકિસ્તામાંથી આવેલા આરોપી હતા તેમની બાબતે અલગ દ્રષ્ટિકોણ રાખવામાં આવ્યો હતો.

તેમને મદદ કરનારા સ્થાનિક આરોપીઓને તેમાંથી બાદબાકી કરાયા હતા. તેમાં 2008ના આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આખા કેસનો સત્યાનાશ કરવામાં આવ્યો હતો. આ બધું રાજકીય હસ્તક્ષેપને લીધે થયું હતું, એમ તેમણે જણાવ્યું હતુ.

તત્કાલીન ગૃહમંત્રીએ શું કહ્યું હતું
જૈને જણાવ્યું હતું કે મને હજુ પણ યાદ છે કે તે સમયના આપણા ગૃહમંત્રી જે આજે હયાત નથી. તેમણે મારી પત્રકાર પરિષદ પૂર્વે વારંવાર એ કહ્યું કે પત્રકાર પરિષદ આગળ ધકેલો. આને કારણે ત્યાંનું સ્થાનિક વાતાવરણ બગડશે. અલગ અલગ પ્રકારની બાબતો તેમાં હતી.

જે આરોપી હતા તેમને પકડવામાં નહીં આવે તે મનાટે રાજકીય દબાણ હતું. તે ધરપકડ થોડો સમય પાછળ ઠેલવી. મારા મનમાં આ બાબતે કોઈ શંકા નથી કે 2006માં જે લોકો પકડવામાં આવ્યા હતા તે ખરા આરોપી હતા. તેમની પર યોગ્ય રીતે ખટલો ચલાવવામાં આવ્યો હોત તો ચોક્કસ તેમને સજા થઈ હોત. આખા પ્રકરણમાં રાજકીય આરોપોમાંથી એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આ ભગવો આતંકવાદ છે અને તેમાંથી જ આ વિસ્ફોટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...