તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કલ્યાણમાં પાઈપ ચોરવાના પ્રયાસથી પાણીપુરવઠો ઠપ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી

કલ્યાણમાં ખડકપાડાની હદમાં અદાણી સમૂહ દ્વારા એનઆરસીનો કબજો લીધા પછી કંપનીના સંકુલમાં ચોરીઓની ઘટનાઓમાં વધારો થયો છે. તેમાં ગઈકાલે પાણીપુરવઠો કરતો મોટો પાઈપ ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પાઈપ તોડવાને લીધે કર્મચારીઓની કોલોની અને ગેસ્ટ હાઉસનો પાણી પુરવઠો ઠપ થઈ ગયો હતો.

આ અંગે કલ્યાણમાં ખડકપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અદાણીએ એનઆરસી ખરીદી કરી ત્યારથી ચોરટાઓ આ સંકુલમાં પોતાને કર્મચારી કોલોનીના રહેવાસીઓ હોવાનું કહીને ઘૂસી આવે છે અને ચોરી કરે છે.

ગઈકાલે કંપનીના સિક્યુરિટી ગાર્ડ અજિત મોરે કંપનીના સંકુલમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે કર્મચારીઓની કોલોની અને ગેસ્ટ હાઉસને પાણી પુરવઠો કરતી લોખંડની પાઈપલાઈનનો એક મોટો ભાગ તૂટેલી હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. આ પાઈપ આશરે 70 ફૂટ લાંબો હતો અને તેનું વજન 1000 કિલો છે. તેનું બજારમૂલ્ય રૂ. 30,000 છે. મોરેએ કંપનીના વ્યવસ્થાપનને જાણ કરી હતી, જે પછી ખડકપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.દરમિયાન આ પાઈપલાઈનનો ભાગ તોડવામાં આવતાં આસપાસમાં પાણીપુરવઠો ઠપ થયો હતો. કંપની દ્વારા સ્થાનિક પ્રશાસનને જાણ કર્યા પછી સમારકામ બાદ પાણીપુરવઠો ફરીથી યથાવત કરવામાં આવ્યો છે.

અદાણી સમૂહના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ પ્રકરણની વ્યવસ્થાપને ગંભીર નોંધ લીધી હોઈ આ ચોરીને લીધે કંપનીની માલમતાને નુકસાન થવા સાથે કર્મચારીઓની કોલોનીનો પાણી પુરવઠો પણ ઠપ થયો હતો. અમે હવે સંકુલમાં બંદોબસ્ત વધારી દીધો છે. હવે પછી કંપનીમાં અનધિકૃત રીતે પ્રવેશ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...