• Gujarati News
  • Local
  • Mumbai
  • Attempted Self immolation By Spraying Kerosene By A Contractor Withholding Money From The Construction Department

જાનથી મારી નાખવાની ધમકી:બાંધકામ વિભાગે પૈસા રોકતાં ઠેકેદારનો કેરોસીન છાંટી આત્મદાહનો પ્રયાસ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાનાં કામના 1.70 કરોડ માટે ગલ્લાંતલ્લાં

મંત્રાલયની બહાર ગુરુવારે એક ઠેકેદારે શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઠેકેદારે શરીર પર કેરોસીન છાંટ્યું પરંતુ તે જ સમયે પોલીસે તેને કબજામાં લીધો હતો. બાંધકામ વિભાગ દ્વારા કામના પૈસા નહીં મળતાં તે આત્મહત્યા કરવા મજબૂર થયો છે એવો આરોપ કર્યો છે.

તેને રાજુ હુનગુંડે તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે હિંગોલી જિલ્લાના વસમત તાલુકાનો રહેવાસી છે. તેણે રૂ. 1.70 કરોડના રસ્તાનાં કામ કર્યાં હતાં. જોકે બાંધકામ વિભાગ પાસેથી નાણાં મળતાં નહીં હોવાથી અને બાંધકામ વિભાગના કર્મચારીઓ ત્રાસ આપતા હોવાથી તેણે શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.તેની જોડે બે મહિલાઓ પણ હતી. ત્રણેયને પોલીસે કબજામાં લીધા હતા.

તેમણે જાહેર બાંધકામ મંત્રી અશોક ચવ્હાણની મુલાકાત પણ લીધી હતી. જોકે તેમની પાસેથી પણ કોઈ ઉકેલ નહીં આવતાં અને છેલ્લા થોડા દિવસથી તેના કુટુંબીઓને જાનથી ખતમ કરવાની ધમકીઓ આવવાનું શરૂ થતાં પોતાની સમસ્યાને વાચા આપવા માટે તે મુંબઈમાં મંત્રાલય પાસે આવી ગયો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

હુનગુંડેનું કહેવું છે કે આશરે આઠ કિલોમીટર રસ્તાનાં કામ તેણે વસમત તાલુકામાં કર્યાં છે, જેની સામે રૂ. 1.70 કરોડ આવવાના નીકળે છે. જોકે બાંધકામ વિભાગે પેમેન્ટ અટકાવી રાખ્યું છે. આથી પ્રશાસનનું ધ્યાન દોરવા પરિવાર સાથે મંત્રાલયની સામે આત્મહત્યા કરવા માગતો હતો. જોકે પોલીસે તેને કબજામાં લીધો હતો. અમે પછાત જાતિના હોવાથી અમારી પર અત્યાચાર થઈ રહ્યો છે. સાત મહિનાથી પેમેન્ટ રખડાવવામાં આવી રહ્યું છે. કરજ લઈને આઠ કિમી રસ્તો બાંધ્યો હતો, એમ તેણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...