હુમલો:હત્યારાને ઝારખંડ પકડવા ગયેલી પોલીસ પર હુમલો

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલકત વિવાદમાં સાવકા ભાઈએ આચરેલું કૃત્ય

ડોંબિવલીમાં પખવાડિયા પૂર્વે સાવકા ભાઈને હત્યા કરીને ભાગી ગયેલા એક આરોપીને ઝારખંડથી પોલીસે ઝડપી લીધો છે, જ્યારે અન્ય એકની શોધ ચલાવવામાં આવી રહી છે. આરોપીને કલ્લુકુમાર સીતીરામ મહાતો (25) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે.4 નવેમ્બરે ડોંબિવલીમં ગોલીવલી ખાતે રસ્તા પરથી પૂરન સિકંદર મહાતો (47) ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.

તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જેનું ઉપચાર દરમિયાન મૃત્યુ થયું હતું, જે પછી માનપાડા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં ગોલીવલી ગામમાં મિલકત વિવાદમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું, એમ એસીપી જે ડી મોરેએ જણાવ્યું હતું.આરોપીઓએ હત્યાની આગલી રાત્રે ભાઈને રાત્રે ભોજન માટે બોલાવ્યો હતો. આ પછી તેના માથામાં મોટો પથ્થર ઝીંકી દીધો હતો.

તેને ગંભીર અવસ્થામાં ગામના રસ્તા પર છોડી દીધો હતો. આ અંગે તપાસમાં કલ્લુકુમાર ઝારખંડમાં છુપાયો હોવાની માહિતી મળી હતી, જે પછી ઝારખંડ પોલીસની ટીમ સાથે માનપાડા પોલીસની ટીમે આરોપીને પકડવા તેના ગામમાં ગઈ હતી. તે સમયે ગામવાસીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હેમખેમ આરોપીને પકડીને મુંબઈમાં લાવીને રિમાંડ પર લેવાયો છે, જ્યારે તેના સાગરીતની શોધ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...