ખંડણીનો ગુનો:ગેન્ગસ્ટર સુરેશ પૂજારી વિરુદ્ધ ATS દ્વારા કેસ દાખલ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વેપારીની ફરિયાદને આધારે ખંડણીનો ગુનો

મુંબઈની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને રવિ પૂજારીના નજીકના સાગરીત સુરેશ પૂજારી વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. એક વેપારીએ નોંધાવેલી ફરિયાદ બાદ પૂજારી સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખંડણીના કેસમાં આતંકવાદ સંબંધિત એંગલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ અનુસાર, રવિ પૂજારીને ગયા વર્ષે 15 ડિસેમ્બરે ફિલિપિન્સની ભારત લાવવામાં આવ્યો હતો. પૂજારીને હાલમાં 11 જાન્યુઆરી, 2022 સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું પૂજારીએ વેપારી પાસેથી લીધેલાં નાણાંનો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કર્યો હતો.

મુંબઈ એટીએસના વિક્રોલી યુનિટે સુરેશ પૂજારીની ધરપકડ કરી હતી, તાજેતરમાં જ મુંબઈના એક વેપારીએ એટીએસના વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે ઓક્ટોબર 2021માં સુરેશ પૂજારીએ ફોન કરીને 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

મુંબઈ એટીએસના વિક્રોલી યુનિટ દ્વારા સુરેશ પૂજારીને ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે વધુ તપાસ માટે તેને 11 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સુરેશ પૂજારી મુંબઈના અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને રવિ પૂજારીનો સૌથી નજીકનો ગેંગસ્ટર છે. ગયા વર્ષે 15 ડિસેમ્બરે ફિલિપાઈન્સથી તેની ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...