સાકીનાકા દુષ્કર્મ- હત્યા કેસ:સાકીનાકા દુષ્કર્મ- હત્યા કેસમાં એટ્રોસિટીની કલમ ઉમેરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના સંતાનને રાજ્યનું રક્ષણ આપવા મહિલા જૂથની માગણી, તેના વિસેરા હિસ્ટોપેથોલોજિકલ વિશ્લેષણ માટે સાચવી રાખવામાં આવ્યો છે

સાકીનાકા ખૈરાણી રોડ ખાતે 32 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ બાદ ગુપ્તાંગમાં ધારદાર વસ્તુ ઘુસાડીને મોત નીપજાવવાના કેસમાં પોલીસે આરોપી મોહન ચૌહાણ (45) વિરુદ્ધ એટ્રોસિટી ધારા હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમમાં મહિલાના ગુપ્તાંગમાં ધારદાર વસ્તુ એ રીતે ઘુસાડવામાં આવી હતી તે પેટ સુધી પહોંચી હોવાનું બહાર આવ્યું છે.

ગંભીર ઈજાઓને લઈ ગૂંચ પેદા થવાથી મૃત્યુ ઉદભવ્યું હતું. ઓટોપ્સીની વિડિયોગ્રાફી કરવામાં આવી છે અને તેના વિસેરા હિસ્ટોપેથોલોજિકલ વિશ્લેષણ માટે સાચવી રાખવામાં આવ્યો છે. પીડિતાના શરીર પર અન્ય ઈજાઓ પણ હતી. આરોપી સામે શિડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ હેઠળની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આને કારણે મૃતકના પરિવારજનોને તુરંત રૂ. 4.25 લાખની ભરપાઈ મળશે, એમ શિડ્યુલ્ડ કાસ્ટ્સના રાષ્ટ્રીય પંચના ઉપાધ્યક્ષ અરુણ હલદરે જણાવ્યું હતું. હવે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે ત્યારે મૃતકના પરિવારને તેટલી જ રકમની રાહત મળશે. એક્ટ હેઠળ મૃતકના સંતાનનો શિક્ષણનો ખર્ચ રાજ્ય ભોગવશે. ઉપરાંત સંતાન કાનૂનૂ ઉંમરે પહોંચવા પર કમસેકમ એકને સરકારી નોકરીમાં રખાશે અને ઘર પણ પૂરું પાડવામાં આવશે.

શુક્રવારે પરોઢિયે ટેમ્પોમાં નશાબાજ નરાધામ આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યા પછી ઘોર કૃત્ય આચર્યું હતું. જેજે હોસ્પિટલમાં 36 કલાક મોત સામે ઝઝૂમ્યા પછી મહિલાનું શનિવારે સવારે મોત થયું હતું. આરોપી ડ્રાઈવર છે અને આ વિસ્તારમાં જ ફૂટપાથ પર રાત્રે સૂઈ જતો હતો. રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા પીડિતાના સંતાનને રાજ્યની સંભાળમાં તુરંત લેવામાં આવી એવી માગણી કરી છે.

આરપીઆઈ- ભીમ આર્મીનું આંદોલન
દરમિયાન દુષ્કર્મ- હત્યા કેસના વિરોધમાં આરપીઆઈ આઠવલે જૂથ અને ભીમ આર્મી દ્વારા આ ઘટનાનો વિરોધ નોંધાવતાં આંદોલન કરવામાં આવ્યાં હતાં અને આરોપીને કઠોર સજા મળે એવી માગણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય મહિલા પંચની મુલાકાત
દરમિયાન રવિવારે ચંદ્રમુખી દેવીની આગેવાનીમાં મહિલા રાષ્ટ્રીય પંચની ચાર જણની ટીમ મુંબઈમાં આવી હતી. તેમણે ઘટનાસ્થળ, મૃતકના પરિવારજનક, પોલીસ સ્ટેશન, રાજ્યના પોલીસ પ્રમુખની મુલાકાત લઈને નોંધ કરી હતી. આ સમયે રાજ્યમાં મહિલા પંચની હજુ સ્થાપના થઈ નથી તે બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.

મહિલા સંબંધી સર્વ કેસ નોંધવા સૂચના
દરમિયાન રવિવારે ટોચના પોલીસ અધિકારીઓની મેરેથોન બેઠક યોજાઈ હતી, જેમાં મુંબઈનાં દરેક 93 પોલીસ સ્ટેશનમાં તેમની હદમાં એકાંત પટ્ટાઓ પર નજર રાખવા અને મહિલાઓ પર ગુનાની કોઈ પણ ફરિયાદ નોંધ બહાર નહીં રહી જાય તેની ખાતરી રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...