ભાસ્કર વિશેષ:તહેવારમાં 75 % પ્રતિવાદીઓ ખર્ચ કરવા તૈયાર

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 % પ્રતિવાદીઓ નવેમ્બર- ડિસેમ્બરમાં વ્યક્તિદીઠ રૂ. 10,000 ખર્ચવા તૈયાર

મહામારીને કારણે નાગરિકોની ખર્ચ કરવાની આદતો અને અગ્રતાઓમાં સંપૂર્ણ બદલાવ આવ્યો છે. ખાસ કરીને તેઓ લેણદેણ કરતા હતા તે પદ્ધતિ પર પણ પ્રભાવ પડ્યો છે અને તેમાં નવો આકાર આવ્યો છે. ઈન્ટરમાઈલ્સ દેશભરમાં 1697 પ્રતિવાદીઓ પાસેથી પ્રાપ્ત પ્રતિસાદને આધારે તેનો કન્ઝયુમર સ્પેન્ડિંગ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ રિપોર્ટની બીજી આવૃત્તિ જારી કરી છે, જેમાં પેમેન્ટ, ખરીદી અને અંગત ફાઈનાન્સના પ્રવાહો તેમ જ ગ્રાહકોની ખર્ચ કરવાની શૈલીઓમાં બદલાવ વિશેનાં રસપ્રદ તારણો છે.

75 ટકા પ્રતિવાદીઓએ કહ્યું કે મહામારી પૂર્વેની જેમ જ તેઓ શોપિંગ પર મોટો ખર્ચ કરવા માગે છે, જે ભારતમાં ગ્રાહકોમાં વધતો આત્મવિશ્વાસ સાથે અર્થવ્યવસ્થા ફરીથી સામાન્ય બનવાની આશા બતાવે છે. માર્ચ 2021ના પ્રથમ રિપોર્ટમાં 70 ટકા પ્રતિવાદીઓએ રોકાણો અને બચતો વધારીને ભવિષ્ય સંરક્ષિત કરવા પર વધુ ભાર આપ્યો હતો, જ્યારે હવે કમસેકમ તહેવારની મોસમ દરમિયાન ગ્રાહકો તેમનાં ખિસ્સાં ઢીલાં કરવા માટે ઉત્સુક છે.નવેમ્બર- ડિસેમ્બરમાં તહેવારોના સમયગાળામાં 70 ટકા પ્રતિવાદીઓ માથાદીઠ કમસેકમ રૂ. 10,000 ખર્ચ કરવા માટે તૈયાર હોવાનું પણ તારણ નીકળ્યું છે.

66 ટકાએ કહ્યું કે ભેટસોગાદો આપવાનું હાલમાં તેમની અગ્રતાની યાદીમાં નથી, જ્યારે 34 ટકાએ કહ્યું કે ભેટસોગાદો પર ખર્ચમાં તેઓ કોઈ કપાત નહીં કરશે.78 ટકા પ્રતિવાદીઓએ કહ્યું કે તેઓ ઓનલાઈન શોપિંગ કરવાને અગ્રતા આપવાનું ચાલુ રાખશે, જે પ્રવાહ મહામારી પ્રેરિત લોકડાઉન પછી તેજ ગતિથી વધી રહ્યો છે અને હજુ પણ રહેશે એવું જણાય છે. તુરંત ડિલિવરી, સરળ નો- કોસ્ટ રિટર્ન્સ, કસ્ટમાઈઝ ઓર્ડરોની તક અને વ્યાપક ડિસ્કાઉન્ટથી ગ્રાહકો મોહિત હોવાનું જણાય છે.

ક્રેડિટ કાર્ડસને અગ્રતા
60 ટકા પ્રતિવાદીઓએ ક્રેડિટ કાર્ડસ પર ખરીદીને અગ્રતા આપી હતી. રિવોર્ડ પોઈન્ટ્સ જમા કરવા, ક્રેડિટ સ્કોર વધારવો અને ખાસ ડિસ્કાઉન્ટ્સ અને લાભોને પહોંચ મેળવવાનો તેમનો આ પાછળનો વિચાર છે. 20 ટકાએ યુપીઆઈ થકી, 10 ટકાએ ડેબિટ કાર્ડશી અને 5 ટકાએ ઈ-વોલેટ્સ થકી લેણદેણ કરવા માટે પોતાની અગ્રતા દર્શાવી હતી.

ઈલેક્ટ્રોનિક્સની ખરીદી પર ભાર
30 ટકા પ્રતિવાદીઓએ ઈલેક્ટ્રોનિક અથવા ગેજેટ ખરીદીને અગ્રતા આપવાનું જણાવ્યું હતું. ટેકનોલોજી પર વધતી નિર્ભરતા અને ગેજેટ્સ વિશે બદલાતી વિચારધારાને લઈ આ મહત્ત્વપૂર્ણ કોમોડિટી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તે જોઈને આશ્ચર્ય થતું નથી.

અન્ય સમાચારો પણ છે...