તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્વેયર બેલ્ટમાં મોબાઈલ ફસાયો:એરપોર્ટ પર મહિલાનો ફોન કન્વેયર બેલ્ટ વચ્ચે પડી ગયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોણો કલાક મહેનત કરીને મોબાઈલ પાછો મેળવ્યો

મુંબઈ એરપોર્ટ દુનિયાભરના પ્રવાસીઓ સાથે સતત ધમધમતું હોય છે અને તેમાં ઘણા લોકો પોતાનો સામાન ભૂલી જાય છે અથવા તો તે ગેરવલ્લે થાય છે. હાલમાં એક મહિલાનો મોબાઈલ ફોન બે કન્વેયર બેલ્ટ વચ્ચે પડી ગયો હતો. જોકે મહિલાને જાણ નહોતી. આથી એરપોર્ટ પ્રશાસનને ફરિયાદ કરતાં 45 મિનિટની શોધખોળ બાદ મોબાઈલ પાછો મળ્યો હતો. આ મહિલા પ્રવાસી ટર્મિનલ 2થી પ્રસ્થાન કરતી હતી ત્યારે ચેકિંગ પ્રક્રિયા દરમિયાન તેની બેગની અંદર મોબાઈલ રાખ્યો હતો, જે બે કન્વેયર બેલ્ટ વચ્ચેની ગુપમાં પડી ગયો હતો.

મહિલાએ એરલાઈન્સને આ અંગે જાણ કરી, જે પછી કંટ્રોલ રૂમ ઓપરેટર અને એન્જિનિયર બાબાસાહેબને સીસીટીવી ફૂટેજ પર તલાશ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે ફોન જ્યાં પડ્યો તે અચૂક લોકેશન ફૂટેજ પરથી શોધી કાઢ્યું હતું. આ પછી મોબાઈલ ફોન મેળવીને બેગેજ ઓપરેશન ડ્યુટી મેનેજરને જાણ કરી, જે મોબાઈલ પછી સંબંધિત ઈન્ડિગો સ્ટાઉને હવાલે કરાયો હતો. આખી પ્રક્રિયામાં 45 મિનિટ લાગી હતી. મહિલાએ એરપોર્ટના સ્ટાફનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...