નિર્ણય:હાલ મુંબઈગરાઓ માટેનું ઈંધણ મુંબઈ માટે જ રહેશે

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‌BPCLનો બહારની માગ માટે પુણેમાં ડેપો છે

મુંબઈની બહારની માગ માટે ભારત પેટ્રોલિયમ કંપનીએ (બીપીસીએલ) પુણે જિલ્લામાં સ્વતંત્ર ડેપો ઊભો કર્યો છે. તેથી શિવરી ખાતેના બંકરિંગમાંથી (સ્ટોક સેંટર) પુરવઠો થનાર ઈંધણ હવે ફક્ત મુંબઈ માટે જ હશે. 10 હજાર કિલોલીટર ડીઝલ અને 6 હજાર કિલોલીટર પેટ્રોલનો એનો સમાવેશ છે.બીપીસીએલનો શિવરીમાં ડેપો છે. એમાં વિવિધ તેલ શુદ્ધિકરણ પ્રકલ્પમાંથી આવતું ઈંધણ સાચવવામાં આવે છે. એમાં પેટ્રોલ, ડીઝલ, જહાજ માટેનું ઈંધણ અને ગેસોલિન (એલપીજી)નો સમાવેશ છે. આ બધા ઈંધણનો પુરવઠો મુંબઈ મહાપાલિકા ક્ષેત્ર સહિત મહામુંબઈમાં થાય છે અને રાયગડ, કોકણ, અહમદનગર તથા પુણે જિલ્લામાં પણ થાય છે.

શિવરી ખાતે જે સમયે આ સ્ટોક સેંટર બાંધવામાં આવ્યું ત્યારની માગ અનુસાર એટલું પૂરતું હતું પણ પછી માગ વધતી રહી. એ અનુસાર તબક્કાવાર આ કેન્દ્રની ક્ષમતા વધારવામાં આવી. હવે શિવરીમાં વધુ જગ્યા નથી પણ માગ વધતી હોવાથી સ્ટોક કરવો ક્યાં એવો પ્રશ્ન ઊભો થયો. એના ઉકેલ માટે કંપનીએ પુણે જિલ્લાના હવેલી તાલુકામાં 70 એકર જમીન ખરીદી અને ત્યાં મોટું સ્ટોક સેંટર ઊભું કર્યું. તેથી હવે શિવરી ખાતેનો ઈંધણનો સ્ટોક ફક્ત મુંબઈ માટે રહેશે. મુંબઈ માટે પૂરતા પ્રમાણમાં ઈંધણ: બીપીસીએલના શિવરી સ્ટોક સેંટરની ક્ષમતા 10 હજાર કિલોલીટર ડીઝલ અને લગભગ 6 હજાર 600 કિલોલીટર પેટ્રોલની છે.

અન્ય સમાચારો પણ છે...