તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ કોર્ટનો ચૂકાદો:પત્ની પાસે રૂપિયાની માગણી કરવી એ છેતરપિંડી નથી

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્નના 9 વર્ષ પછી પત્નીએ કરેલી આત્મહત્યાના આરોપમાંથી પતિનો નિર્દોષ છૂટકારો

પત્ની પાસે રૂપિયાની માગણી કરવી એ ગેરવર્તન નથી. તેથી ઈંડિયન પીનલ કોડની કલમ 498 (એ) અનુસાર પતિએ પત્ની સાથે છેતરપિંડી કરી એમ માની શકાય નહીં એમ સ્પષ્ટ કરતા મુંબઈ હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે લગ્નના 9 વર્ષ પછી પત્નીએ કરેલી આત્મહત્યાના આરોપમાંથી પતિનો નિર્દોષ છૂટકારો કર્યો હતો.

પ્રશાંત જરેના 1995માં લગ્ન થયા હતા. એ પછી 12 નવેમ્બર 2004ના જરેની પત્નીએ આત્મહત્યા કરી હતી. એના પિયરેથી કરિયાવર મળતું ન હોવાથી એના પતિ અને સાસરાના લોકોએ ત્રાસ આપ્યો તેથી પુત્રીએ આત્મહત્યા કરી એવી ફરિયાદ એના પિતાએ દારવા પોલીસ સ્ટેશનમાં કરી હતી. યવતમાળ સેશન્સ કોર્ટે પ્રશાંત જરેને 2 એપ્રિલ 2008ના આઈપીસી કલમ 306 (આત્મહત્યા માટે પ્રવૃત કરવું) અને 498 (એ) (સાસરાના લોકોનું ક્રુરતાથી વર્તવું) અંતર્ગત દોષી કરાર આપ્યો. પહેલા ગુના માટે એને 3 વર્ષની અને બીજા ગુના માટે 1 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી. આ સજા વિરુદ્ધ જરેએ નાગપુર હાઈ કોર્ટમાં પડકાર આપ્યો હતો. આ અરજી પર જજ પુષ્પા ગનેડીવાલાની સમક્ષ સુનાવણી પાર પડી હતી. ત્યારે જરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો રૂપિયા માટે થતો હતો અને એ માટે પત્નીની મારપીટ કરવામાં આવતી હતી. આ પુરાવો માની શકાય. જો કે પત્ની પાસે રૂપિયાની માગણી કરવી એ ગેરવર્તનની અસ્પષ્ટ નિશાની છે.

અહીં એનો ઉપયોગ અન્ય કોઈ પણ વિગત ન હોવા છતાં કરવામાં આવ્યો છે. તેથી આઈપીસીની કલમ 498(એ) અનુસાર પતિએ પત્નીની છેતરપિંડી કરી હોવાનો ગુનો સાબિત થતો નથી એવું નિરીક્ષણ જજ પુષ્પા ગનેડીવાલાએ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે. તેમ જ આરોપીને પત્ની છોડી દેવા કરતા એની સાથે રહેવામાં વધુ રસ હતો. એટલે જ પત્ની સાથે ઝઘડો થવા છતાં એ પત્નીને પિયરથી ફરી પોતાના ઘરે તેડી આવતો હતો. એ આવવાની ના પાડે તો એને લગ્ન ટકાવવા નોટિસ મોકલતો હતો. તેમ જ એની આત્મહત્યા પછી પતિ જ એને હોસ્પિટલમાં લઈ ગયો હતો અને અંતિમસંસ્કાર માટે એનો મૃતદેહ સસરાને આપવાની ના પાડી હતી એમ પણ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું.

બીજી તરફ મહિલાની મારપીટ કરીને એના પતિએ જ એને ઝેર પીવડાવ્યું એ નાની પુત્રીએ જોયું હતું. આ બાબતે એણે પોલીસને આપેલી જુબાનીમાં પણ જણાવી હતી. છતાં પોલીસે આ પ્રકરણે હત્યા નહીં પણ આત્મહત્યા હોવાની નોંધ કરી. આ વાત જજે આદેશમાં જણાવી છે. આઈપીસીની કલમ 498(એ) અનુસાર પતિએ પત્નીની છેતરપિંડી કરી એમ જણાવી શકાય નહીં એમ સ્પષ્ટ કરતા હાઈ કોર્ટે પત્નીની આત્મહત્યાના આરોપમાંથી પતિ અને એના કુટુંબીઓનો નિર્દોષ છૂટકારો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો