ફરીથી કામદારોની ચહેલપહેલ દેખાઈ:કોરોનાની બીજી લહેર ઠંડી થતાં પરપ્રાંતીયો ફરીથી મુંબઈમાં

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામદારોની મેડિકલ ટેસ્ટ અને રસીકરણ પૂરું થયાની ખાતરી કરીને નોકરી

દેશમાં કોરોનાનું સંક્રમણ વધવાથી મુંબઈ જેવા શહેરમાંથી પોતાના ગામ જનારા પરપ્રાંતીય શ્રમિકો ફરીથી મુંબઈ આવી રહ્યા છે. બીજી લહેર ઓસરવાથી હવે તહેવારો નિમિત્તે કામ વધ્યા છે. તેથી કુર્લા, ખૈરાની, ધારાવી, માલવણી, અંબુજવાડી પરિસરોમાં ફરીથી કામદારોની ચહેલપહેલ દેખાઈ રહી છે. મુંબઈ પાછા આવનારા આ શ્રમિકોની મેડિકલ ટેસ્ટ અને રસીકરણ પૂરું કર્યાની ખાતરી કરીને જ કામ પર લેવામાં આવે છે એવો અનુભવ આ શ્રમિકો જણાવે છે. લોકડાઉનના સમયમાં અનેક સ્તરે આ શ્રમિકોને સંઘર્ષ કરવો પડ્યો હતો.

મુંબઈમાં જે ઠેકાણે તેઓ કામ કરતા હતા ત્યાં પ્રતિબંધો હળવા થવાથી ફરીથી નોકરીની શોધમાં આવ્યા છે. લોકડાઉનના સમયમાં અનેક જણને તેમણે કરેલા કામના રૂપિયા મળ્યા નથી. આ ક્ષેત્રના કામદારો માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઈન પર અનેક ફરિયાદો આવી હતી. ઝુંબેશના માધ્યમથી અત્યાર સુધી થોડા લાખ રૂપિયાનું વળતર આ કામદારોને મળ્યું છે.

મુંબઈ સિવાય અન્ય ઠેકાણે નોકરી શોધવાનો પ્રયત્ન કર્યો કે એવો પ્રશ્ન પૂછવામાં આવતા તમિળનાડુ અને મધ્યપ્રદેશમાં કામ શોધવાનો પ્રયત્ન કર્યો એવો જવાબ ઘણા શ્રમિકોએ આપ્યો હતો. જોકે ત્યાં મળતા રૂપિયા મુંબઈ જેટલા ન હોવાનું પણ સ્પષ્ટ કરે છે. દિવાળીના સમયમાં રંગકામ, ઘરનું રિપેરીંગ, ફર્નિચર વ્યવસાયમાં કારીગરોની જરૂર હોય છે. એમાં રૂપિયા પણ સારા મળે છે.

અન્ય સમાચારો પણ છે...