તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉકળાટનો અનુભવ:વરસાદનું જોર ધીમું પડતાં મુંબઈગરા પરસેવાથી રેબઝેબ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધેલા ભેજના કારણે તાપમાનમાં વધારો ન થયો હોવા છતાં ગરમી અને ઉકળાટનો અનુભવ

મુંબઈમાં આ અઠવાડિયે વરસાદ ઓછો થયો છે. અત્યારે આકાશ થોડુ વાદળિયુ રહે છે અથવા એકાદ ઝાપટું પડે છે. પણ વધેલા ભેજના કારણે તાપમાનમાં વધારો ન થયો હોવા છતાં મુંબઈગરાઓની અસ્વસ્થતા વધી છે. અનેક જણને વધુ તાપનો અનુભવ થઈ રહ્યો છે અને મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. સાંતાક્રુઝ અને કોલાબામાં અનુક્રમે 32.9 અને 32.6 ડિગ્રી સેલ્સિયશ તાપમાન નોંધાયું હતું. લઘુતમ તાપમાન અનુક્રમે 27.2 અને 26.5 ડિગ્રી સેલ્સિયશ નોંધાયું હતું.

આગામી પાંચ દિવસના પૂર્વાનુમાન અનુસાર વિદર્ભના કેટલાક ભાગોમાં વરસાદનો અંદાજ છે. બાકીના મહારાષ્ટ્રમાં ઝાઝો વરસાદ નહીં પડે. આ પાર્શ્વભૂમિ પર તાપમાનમાં વધારો દેખાય છે. મુંબઈના તાપમાનમાં આગામી બેત્રણ દિવસ થોડો વધારો થવાની શક્યતા છે. મુંબઈ સહિત રાજ્યના તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાનું ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે. કોકણ અને ગોવામાં સરેરાશ કરતા વધુ તાપમાન નોંધાયું હતું. મધ્ય હારાષ્ટ્રમાં પણ સરેરાશ કરતા વધારે ગુરુતમ તાપમાન નોંધાયું. જેઉરમાં 36, માલેગાવમાં 34.4 અને સોલાપુરમાં 34.8 ડિગ્રી સેલ્સિયશ તાપમાનની નોંધ થઈ હતી.

ખેડૂતોએ વાવણી કરવાની ઉતાવળ ન કરવી : રાજ્યમાં તાપમાનમાં વધારા અંગે ધ્યાન ખેંચતા હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી કૃષ્ણાનંદ હોસાળીકરે જણાવ્યું કે રાજ્યના તાપમાનમાં ફરીથી વધારો થતો હોવાનું દેખાય છે. હવામાન વિભાગે પૂર્વાનુમાન આપ્યા મુજબ રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે એવી શક્યતા છે. આ પાર્શ્વભૂમિ પર ખેડૂતોએ વાવણી કરવાની ઉતાવળ ન કરવી. આ સંદર્ભે હવામાન વિભાગ અને કૃષિ વિભાગ તરફથી મળતી સલાહ જોતા રહેવું એવી હાકલ તેમણે કરી હતી.

અતિરિક્ત વરસાદની નોંધ
અત્યારે વરસાદે પોરો ખાધો છે છતાં રાજ્યમાં અનેક ઠેકાણે 23 જૂન સુધી અતિરિક્ત વરસાદની નોંધ થઈ છે. મુંબઈ શહેર, ઉપનગરો, થાણે, પાલઘર, રાયગડ, રત્નાગિરી, પુણે, સાતારા, કોલ્હાપુર, સાંગલી, પરભણી, વર્ધા, યવતમાળ, ચંદ્રપુર, વાશિમ, નાગપુર, ભંડારા ખાતે તીવ્ર અતિરિક્ત તથા સિંધુદુર્ગ, ઔરંગાબાદ, જાલના, બીડ, નાંદેડ, હિંગોલી, ગડચિરોલી, ગોંદિયા, અમરાવતી ખાતે અતિરિક્ત વરસાદની નોંધ થઈ છે. રાજ્યમાં ફક્ત અકોલા, નંદુરબાર, ધુળેમાં સરેરાશ કરતા વરસાદ ઓછો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતા લગભગ 59 ટકા વધારે વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...