વીજ ગાયબ:મંત્રીમંડળની બેઠક ટાણે જ બત્તી ગુલ થતાં અધિકારીઓની દોડધામ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજકાપને લીધે ગ્રામીણ વિસ્તારની જનતાને વીજસંકટનો સામનો કરવો પડે છે
  • રાજ્યના મુખ્યાલય એવા મંત્રાલયનું કામકાજ 10 મિનિટ સુધી ઠપ થઈ ગયું

કોલસાનો પુરવઠો ઓછો થતો હોવાથી રાજ્યના અમુક ભાગોમાં મોટે પાયે થતા વીજકાપને લીધે ગ્રામીણ વિસ્તારની જનતાને વીજસંકટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બુધવારે રાજ્યના મુખ્યાલય મંત્રાલયમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક ચાલતી હતી ત્યારે જ થોડી મિનિટો માટે વીજળી ગાયબ થતાં વીજ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વીજ ગાયબ થવાથી 10 મિનિટ માટે મંત્રાલયનું કામકાજ ઠપ થયું હતું.

ઉનાળામાં અપૂરતા કોલસાને લીધે રાજ્યના અમુક ભાગોમાં વીજકાપ કરવામાં આવી રહ્યો છે. તીવ્ર ઉનાળામાં વીજ ગાયબ થવાથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં જનતાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બુધવારે રાજ્યના મુખ્યાલય મંત્રાલયમાં મંત્રીમંડળની બેઠક ચાલતી હતી ત્યારે જ વીજ ગાયબ થવાથી આશરે 10 મિનિટ માટે મંત્રાલયનું કામકાજ ઠપ થઈ ગયું હતું.

મંત્રીમંડળની બેઠક પણ આટોપી લેવી પડી હતી. મંત્રાલયમાં બુધવારે સાંજે 4.00 વાગ્યે મંત્રીમંડળની બેઠક રખાઈ હતી. બેઠકમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે હાજર રહેવાના હતા, પરંતુ મંત્રાલયમાં નહીં આવતાં પછી તેમણે વર્ષા નિવાસસ્થાન ખાતેથી બેઠકમાં હાજરી પુરાવી હતી.

મંત્રીમંડળની બેઠક ચાલતી હતી ત્યારે 5.30 વાગ્યે મંત્રાલયની વીજળી ડુલ થઈ હતી. બેઠક વચ્ચે વીજ ગાયબ થતાં અધિકારીઓની દોડધામ મચી હતી. બેઠકમાં અમુક મહત્ત્વના મુદ્દાઓ પર અનૌપચારિક ચર્ચા ચાલતી હતી ત્યારે જ વીજ ગાયબ થવાથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી પુરાવનારા મુખ્ય મંત્રી મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરી શક્યા નહીં. આથી મંત્રીમંડળની બેઠક અમુક નિર્ણયો લઈને આટોપી લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...